ઝેરી દારૂકાંડ : વધુ 8 દર્દીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ લવાયા, 4 દર્દીઓની હાલત ગંભીર

|

Jul 28, 2022 | 9:58 AM

બોટાદ ઝેરી દારૂકાંડમાં (Boatd hooch tragedy) અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital)  ઝેરી દારૂકાંડના વધુ 8 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ(Ahmedabad)  સિવિલમાં દાખલ દર્દીઓનો આંક 49 પર પહોંચી ગયો છે.મધરાતે દાખલ દર્દીઓની સારવાર માટે સિવિલના સત્તાધીશો અને તબીબો ખડેપગે હાજર રહ્યાં હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 4 દર્દીઓની હાલત હજુ પણ ગંભીર છે.તમને જણાવી દઈએ કે,બોટાદ ઝેરી દારૂકાંડમાં (Boatd hooch tragedy) અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ન્યાની ખાતરી આપી

બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh sanghavi) કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં (Fast track court) કેસ ચલાવાશે. તો રોજીદ ગામના (rojid village) સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર

ચકચારી ઝેરી દારૂકાંડ મામલે પોલીસે (botad Police) આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા હતા. જેમાં પોલીસે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસ કોર્ટ સમક્ષ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી,જ્યારે કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Next Video