ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

| Edited By: | Updated on: Sep 20, 2021 | 8:40 AM

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર , બોટાદ , અમરેલી , મોરબી , જામનગર, પોરબંદર સહિત ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

ગુજરાત(Gujarat)ના આગામી  ચાર  દિવસમાં હવામાન વિભાગે  ભારેથી અતિ ભારે વરસાદની(Rain) આગાહી કરી  છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, પાટણ , મહેસાણા, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ , પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

જ્યારે હવામાન વિભાગે(IMD)સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર , બોટાદ , અમરેલી , મોરબી , જામનગર, પોરબંદર સહિત ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

રાજ્યમાં ચોમાસું હાલ સક્રિય છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.  જેમાં  19 સપ્ટેમ્બરે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ખેડાના ગળતેશ્વર અને પંચમહાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો પંચમહાલના ઘોઘંબા , વડોદરાના ડભોઇ અને આણંદના અંકલાવમાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે.તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્રતટ પર સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે.જોકે હવે તેની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે.જ્યારે અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.

આ પણ વાંચો :  Ahmedabad : વિરમગામ શહેર અને ગ્રામ્ય સહીતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો

આ પણ વાંચો : Rain in Gujarat : રાજ્યમાં 89 તાલુકાઓમાં પડ્યો વરસાદ, મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

Published on: Sep 20, 2021 06:24 AM