અમદાવાદમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો, સૌથી વધુ ચકુડિયા મહાદેવ વિસ્તારમાં 7 ઇંચ વરસાદ

|

Jul 24, 2022 | 3:09 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ (Rain) વરસ્યો છે. અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો, સૌથી વધુ ચકુડિયા મહાદેવ વિસ્તારમાં 7 ઇંચ વરસાદ
વરસાદ બાદ અમદાવાદ પાણી પાણી

Follow us on

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ફરી એક વખત ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ખાસ કરીને અમદાવાદમાં  (Ahmedabad)  પણ શનિવારે મોડી સાંજે શરૂ થયેલો વરસાદ રાતભર ધીમી ધારે વરસતો રહ્યો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો અમદાવાદમાં અવિરત વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ચકુડિયા મહાદેવ વિસ્તારમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પૂર્વ વિસ્તારમાં સરેરાશ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ઝોનમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. મણિનગરમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. રામોલ, ઓઢવ અને વિરાટનગરમાં 5-5 ઇંચ વરસાદ થયો છે. તો વટવામાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો એવા છે જ્યાં થોડો પણ વરસાદ પડે એટલે વરસાદી પાણી ભરાઇ જાય છે. જેમાંનો એક છે સરસપુર વિસ્તાર. સરસપુર શાક માર્કેટ પાસે વર્ષોથી વરસાદમાં પાણી ભરાય છે. ગઇકાલે પડેલા વરસાદ બાદ હજુ પણ અહીં પાણી ભરાયેલા છે. જેના કારણે અહીંના રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબુર બન્યા છે. નારોલ, ઈસનપુર, ખોખરામાં હજુ પાણી ભરાયેલા છે. મણિનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અમદાવાદના ભાઈપુરા વોર્ડના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સાંઈબાબાનગર અને અન્ય સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ શહેર સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે.

 

Published On - 12:07 pm, Sun, 24 July 22

Next Article