AHMEDABAD : ગુજરાતમાં હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે.હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદ જ રહેશે. ગુજરાતમાં હજી પણ 36 ટકા જેટલી વરસાદની ઘટ છે.
રાજ્યમાંથી અત્યાર સુધીમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છમાં 5.51 ઈંચ ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સરેરાશ વરસાદ સાથે મોસમનો સરેરાશ 39.18 % વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
આ પણ વાંચો : GANDHINAGAR : પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકરે ચાર્જ સંભાળ્યો