ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે મેઘરાજા

|

Aug 05, 2022 | 8:53 AM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર જૂનાગઢમાં (Junagadh) ગઈકાલે એટલે કે ગુરુવારે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા જૂનાગઢ પાણી પાણી થયું.તો સાપુતારામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો

ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે મેઘરાજા
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દિવસથી વરસાદની આગાહી (Rain forecast) વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશન હેઠળ રાજ્યમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાયું છે. જેથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી પાંચ દિવસ ક્યાંક ભારે, તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું તે સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે. પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર ઉપર છે. તેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આજે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. 7 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડશે. જ્યારે 8 અને 9 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જુનાગઢમાં ખાબક્યો વરસાદ

તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢમાં ગઈકાલે એટલે કે ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા જૂનાગઢ પાણી પાણી થયું. તો ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે પર્વત પરથી પાણીના ઝરણા વહેતા થયા હતા. પર્વત પરથી પડતા પાણીના ધોધથી અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ગિરનારની સીડીઓ પર વહેતા પાણીથી અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. હાલ ચોમાસાના કારણે પ્રકૃત્તિ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદના કારણે રમણીય નજારો જોવા મળે છે.

તો રમણીય પ્રદેશ સાપુતારામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું. સાપુતારામાં ગુરુવારે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે સ્વાગત સર્કલ અને બોટિંગમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયું હતું. હાલ ચાલી રહેલા મેઘ મલ્હાર પર્વ વખતે જ વરસાદ પડતા ફરવા આવેલા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Published On - 8:43 am, Fri, 5 August 22

Next Article