હવે ડૉક્ટર બનવાનું થશે વધુ મોંઘુ, રાજ્યની 19 મેડિકલ કોલેજની ફી માં 8 થી 12 ટકા સુધીનો કરાયો વધારો- જાણો નવી ફીનું માળખુ

તબીબી ક્ષેત્રે કેરિયર બનાવવા માગતા કે ડૉક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. ગુજરાતમાં હવે ડૉક્ટર બનવાનું વધુ મોંઘુ થશે. ફી રેગ્યુલેટરી કમિટીએ રાજ્યની 19 મે઼ડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા નો ફી વધારો મંજૂર કર્યો છે.

| Edited By: | Updated on: Jun 02, 2025 | 5:08 PM

ગુજરાતના વિદ્યાર્થીઓએ હવે ખાનગી મેડિકલ કોલેજમાં ભણીને ડૉક્ટર બનવુ હશે તો લાખો નહીં કરોડો રૂપિયા ચુકવવા પડશે. જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ તેમનુ આ સપનુ અભેરાઈએ ચડાઈ દેવુ પડે તેવી સ્થિતિ દિવસે દિવસે ઉદ્દભવતી જાય છે. રાજ્યમાં ડૉક્ટર બનવાનું હવે વધુ મોંઘુ થયુ છે. FRC એ રાજ્યની 19 મેડિકલ કોલેજોએ માગેલ ફી વધારો મંજૂર કર્યો છે. જેમા સેલ્ફ ફાઈનાન્સ કોલેજની ફી માં 8 થી 12 ટકા ફી વધારો કરાયો છે. ચાલુ વર્ષે સરકારી ક્વોટામાં 8.30 લાખથી 11.20 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 18.19 લાખથી 25.76 લાખ ફી જાહેર કરાઈ છે.

મેડિકલ કોલેજો માટે FRC એ બે વર્ષ માટે આ ફી વધારો મંજૂર કર્યો છે. રાજ્યની 19 મેડિકલ કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તેમા સૌથી વધુ ફી વધારો અમદાવાદની AMC સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી છે. નમો મેડિકલ કોલેજની એક વર્ષની ફી 23 લાખથી વધીને 25.76 લાખ રૂપિયા થઈ છે. જ્યારે સરકારી ક્વોટામાં બે કોલેજોની ફી 8.30 લાખથી વધીને 11.20 લાખ રૂપિયા થઈ છે. FRC દ્વારા મોંઘવારી દરને ધ્યાને રાખી આ ફી વધારો કરાયો હોવાનુ જણાવવામાં આવ્યુ છે પરંતુ મેડિકલમાં દર વર્ષે 10-10 ટકા ફી વધારો થતા આગામી વર્ષોમાં મેનેજમેન્ટ ક્વોટાની ફી વધીને 19 લાખથી 29 લાખ થઈ જશે.

રાજ્યમાં હાલ માત્ર 6 જ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ છે અને 13 અર્ધસરકારી (GMERS) કોલેજ છે. 20 સંપૂર્ણ ખાનગી કોલેજ છે જ્યારે એક કોલેજ કેન્દ્ર સરકાર હસ્તકની સિલવાસામાં આવેલી છે. આમ કૂલ 20 ખાનગી કોલેજ પૈકી 19 જુની કોલેજનો ફી વધારો જાહેર કરાયો છે. એકતરફ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં માત્ર 1400 બેઠકો છે. બીજી તરફ અર્ધસરકારી કોલેજોમાં પણ લાખો રૂપિયા ફી છે. માત્ર 65 સરકારી કોલેજમાં 25 હજાર રૂપિયા ફી છે .જ્યારે ખાનગી કોલેજમાં વાર્ષિક 10 થી 20 લાખ રૂપિયા ફી છે. બીજી તરફ ખાનગી કોલેજોમાં દર વર્ષે 10-10 ટકાનો ફી વધારો થઈ રહ્યો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડૉક્ટર બનવાનું સપનું રોળાઈ શકે છે. ગરીબ વર્ગના વિદ્યાર્થીને જો સરકારી કોલેજોમાં એડમિશન ન મળે તો તેમના માટે મસમોટી ફી વસુલતી ખાનગી કોલેજમાં ભણવાનું પરવડી શકે નહીં. મધ્યમ વર્ગના વાલીઓ પણ લોન લીધા વિના તેમના બાળકોને ડૉક્ટર બનાવી શકે નહીં.

રાજ્યની 19 કોલેજોમાં કરાયેલો ફી વધારો

કોલેજ

સરકારી (2025-26)

મેનેજમેન્ટ (2025-26)

 સરકારી (2025-26)

મેનેજમેન્ટ (2025-26)

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (AMC) 10.23 લાખ 25.76 લાખ 11.46 લાખ 28.85 લાખ
NHL  મેડિકલ કોલેજ (AMC) 8.30 લાખ 25.63 લાખ 9.30 લાખ 28.70 લાખ
પારૂલ મેડિકલ કોલેજ 11.20 લખ 20.90 લાખ 12.54 લખ 21.40 લાખ
અદાણી મેડિકલ કોલેજ 9.74 લાખ 20.78 લાખ 10.80 લાખ 22.50 લાખ
ઝાયડસ મેડિકલ કોલેજ 10.49 લાખ 20.98 લાખ 11.75 લાખ 23.50 લાખ
એમ.કે શાહ મેડિકલ કોલેજ 10.82 લાખ 21.64 લાખ 12.12 લાખ 24.24 લાખ
પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ 11.20 લાખ 22.30 લાખ 12.40 લાખ 24.98 લાખ
જીસીએસ મેડિકલ કોલેજ 9.47 લાખ 18.27 લાખ 10.91 લાખ 20.46 લાખ
સુરત સ્મીમેર કોલેજ (SMC) 10.02 લાખ 21. 96 લાખ 11.23 લાખ 24.06 લાખ
બનાસ મેડિકલ કોલેજ 8.94 લાખ 18.19 લાખ 10.01 લાખ 20.37 લાખ
ડૉ કિરણ પટેલ મેડિકલ કોલેજ 9.50 લાખ 19. 00 લાખ 10.50 લાખ 20.00 લાખ
નૂતન મેડિકલ કોલેજ 9.75 લાખ 18.75 લાખ 10.00 લાખ 18.90 લાખ
શાંતાબા મેડિકલ કોલેજ 9.61 લાખ 19.00 લાખ 10.76 લાખ 20.00 લાખ
એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ 10.99 લાખ 22.50 લાખ 11.50 લાખ 22.50 લાખ
અનન્યા મેડિકલ કોલેજ 10.14 લાખ 19.40 લાખ 11.35 લાખ 21.73 લાખ
સાલ મેડિકલ કોલેજ 10.66 લાખ 19.71 લાખ 11.94 લાખ 22.08 લાખ
સ્વામીનારાયણ મેડિકલ કોલેજ 10.14 લાખ 19.40 લાખ 11.35 લાખ 21.73 લાખ
કિરણ મેડિકલ કોલેજ 10.14 લાખ 19.4 લાખ 11.35 લાખ 21.73 લાખ
સી.યુ. શાહ મેડિકલ કોલેજ 9.74 લાખ 22 લાખ 10.91 લાખ 2.40 લાખ

Input Credit- Narendra Rathod- Ahmedabad

Breaking News: IPL 2025 ની ફાઈનલ મેચમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી- Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:42 pm, Mon, 2 June 25