મસ્જિદો પર લાઉડ સ્પીકરનો વિવાદ, સરકારને વિગતવાર સોગંદનામું રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

Ahmedabad News : અરજદાર દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે. પરંતુ લાઉડ સ્પીકર અને માઇક્રોફોન તેનો અભિન્ન અંગ નથી.

મસ્જિદો પર લાઉડ સ્પીકરનો વિવાદ, સરકારને વિગતવાર સોગંદનામું રજુ કરવા હાઈકોર્ટનો આદેશ
| Edited By: | Updated on: Apr 19, 2023 | 4:23 PM

ગુજરાત હાઈકોર્ટેમાં ગાંધીનગરના ડોકટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડ સ્પીકર મુદ્દે અગાઉ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડોકટરના ક્લિનિકની પાસેની મસ્જિદમાં લાઉડ સ્પીકર દ્વારા દિવસમાં પાંચ વખત મોટેથી અઝાનનો અવાજ આવતો હતો. જેથી આ ધ્વનિ પ્રદુષણ મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી રજુઆત ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-Jamnagar: નોકરી ધંધો નહીં હોવાથી વાહન ચોરીને પોતાનો વ્યવસાય બનાવી 10 વાહનોની કરી ચોરી, પોલીસે રંગે હાથ ઝડપ્યો

અરજદાર દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. જેમાં એ સ્પષ્ટ કરાયું હતું કે નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે. પરંતુ લાઉડ સ્પીકર અને માઈક્રોફોન તેનો અભિન્ન અંગ નથી. લોકોને ખલેલ પડે તે રીતે ધર્મ સ્વતંત્રતા અંતર્ગત તેનો ઉપયોગ કરી શકાય નહીં.

જો કે અરજદાર ડોક્ટરને લઘુમતી સંપ્રદાયના લોકો તરફથી ધમકીઓ મળતાં તેઓ અરજીમાંથી હટી ગયા હતા. પરંતુ બજરંગદળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા મૂળ અરજીમાં ફરિયાદી બનવાની અરજી આપવામાં આવી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. આ કેસ અત્યારે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને બીરેન વૈષ્ણવની બેચમાં ચાલી રહ્યો છે.

આજે આ કેસની સુનાવણી દરમિયાન વહેલી સવારે 4થી 5 વાગ્યે લાઉડ સ્પીકરો પર અઝાન વાગતી હોવાની અને લોકોની ઊંઘ ખરાબ થતી હોવાની રજુઆત કરાઈ હતી. તે મુદ્દાના વીડિયો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ મુદ્દે હાઈકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી વિગતવાર સોગંદનામુ રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને 19 જૂન સુધીમાં સોગંદનામુ કરવા હુકમ કર્યો છે.

મહત્વનું છે કે અમદાવાદ શહેર અને રાજ્યમાં અનેક એવી મસ્જિદો આવેલી જેના પર લાઉડસ્પીકર સ્પીકર લાગેલા હોય છે અને તેના પર દિવસમાં તો ઠીક પરંતુ મધરાત્રે પણ મોટે મોટેથી અવાજ આવતા લોકોના પ્રાથમિક અધિકારોનું હનન થાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…