Ahmedabad : અચેર ગામમાં દબાણો દૂર કરાતા સ્થાનિકોનોનો વિરોધ, ઉગ્ર દેખાવો કર્યા

|

Aug 12, 2021 | 3:58 PM

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નજીક આવેલા અચેર ગામમાંથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમ્યાન દબાણ દૂર કરનારી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

અમદાવાદ(Ahmedabad)મહાનગર પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે અલગ અલગ વિસ્તારમાંથી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ(Encrochment) દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નજીક આવેલા અચેર ગામમાંથી દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ દરમ્યાન દબાણ દૂર કરનારી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જેમાં સ્થાનિક લોકોએ દબાણ દૂર કરવા આવેલી ટીમનો વિરોધ કર્યો હતો. તેમજ તેમણે દલીલ કરી હતી કે અમે છેલ્લા 15 વર્ષથી આ જગ્યાએ વસવાટ કરી રહ્યાં છે. તેમજ અમારી પાસે આ અંગેના પુરાવા પણ છે. જે પુરાવા અમે રજૂ પણ કર્યા છે. તેમ છતાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

આ પણ વાંચો : Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Next Video