ગુજરાતમાં આગામી ચાર દિવસ આ વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

|

Oct 09, 2021 | 11:09 AM

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિધ્ન ચોક્કસ દુર થશે અને નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે.

ગુજરાતમાં(Gujarat)  ચોમાસુ (Monsoon) વિદાય લઈ રહ્યું છે. હવે માત્ર આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની(Rain)આગાહી છે. એવામાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિધ્ન ચોક્કસ દુર થશે અને નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ થયો છે.સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી.

આ વર્ષે વરસાદે રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં તોફાની વરસાદ  સાથે જ રાજ્યમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ વધુ 14 ડેમો પર હાઇએલર્ટ અપાતા હાઇએલર્ટ ડેમોની સંખ્યા 114 થઇ ગઇ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યા એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે.

સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે. એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે.

આ પણ  વાંચો : કચ્છના નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું, બે મહિના સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

આ પણ વાંચો : Navratri 2021 : ગુજરાત પ્રવાસન નિગમે ઉંઝા ખાતે મહા આરતીનું આયોજન કર્યું, લોકો ગરબે ઝૂમ્યા

 

Next Video