Ahmedabad: જાણો શહેરમાં કેટલા ખાડા છે? રોડ રિપેરિંગ માટે કેટલા કરોડોનો ખર્ચ? અને AMC ના શું છે વાયદા!

Ahmedabad: જાણો શહેરમાં કેટલા ખાડા છે? રોડ રિપેરિંગ માટે કેટલા કરોડોનો ખર્ચ? અને AMC ના શું છે વાયદા!

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:36 PM

વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યાં સુધીમાં શહેરમાં 16 હજાર જેટલા ખાડા પડી ચૂક્યા છે અને તેના પર થિંગડા પણ મારવામાં આવ્યા છે

AHMEDABAD : અમદાવાદ શહેરમાં બે દિવસથી વરસાદી ઝાપટાના પગલે રસ્તાની સ્થિતિ ખૂબ ખરાબ થઇ રહી છે…જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે ચઢી રહ્યા છે, તો ક્યાંક તો આખો રસ્તો જ ખરાબ થઇ ગયો છે.હવે જો અમદાવાદમાં રસ્તા અને ખાડાની સ્થિતિ પર વાત કરીએ તો, વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યાં સુધીમાં શહેરમાં 16 હજાર જેટલા ખાડા પડી ચૂક્યા છે અને તેના પર થિંગડા પણ મારવામાં આવ્યા છે અને આવી જ રીતે બીજા રાઉન્ડમાં 49 વોર્ડના 350 રોડ પર મરામત કરવામાં આવી છે.

બીજા રાઉન્ડમાં કુલ 90 કિલોમીટર જેટલો રોડ તૂટી ગયો, જેમાંથી અત્યાર સુધી 68.50 કિલોમીટર જેટલો રોડ રિપેર કરવામાં આવી ચૂક્યો છે. આ રિપેરિંગ પાછળ AMCએ 628 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ત્રીજા નોરતા પહેલા અમદાવાદ શહેરમાં રસ્તા પર એક પણ ખાડો નહીં હોય…આવું અમે નથી કહી રહ્યા, AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું આ નિવેદન છે. શહેરમાં રસ્તાની ખરાબ સ્થિતિને લઇને મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં સિટી ઇજનેર, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર, હાર્મોની હોટલના માલિક કાનજી મોકરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

આ પણ વાંચો : શાળામાં કોરોના વિસ્ફોટ, એક સાથે 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યાં

g clip-path="url(#clip0_868_265)">