UPSC Result: ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જૈનિલ દેસાઇએ 12મો રેન્ક મેળવી સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો

|

Jul 03, 2023 | 2:42 PM

અમદાવાદમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જૈનિલ દેસાઇએ UPSCની IFSમાં ઓલ ઈન્ડિયામાં 12મો રેન્ક મેળવ્યો છે. જૈનિલે સતત 8 કલાકની મહેનત સાથે બીજા પ્રયાસમાં UPSC પાસ કરી છે.

UPSC Result: ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જૈનિલ દેસાઇએ 12મો રેન્ક મેળવી સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો
Jainil Desai

Follow us on

Ahmedabad : વર્ષ 2022માં યોજાયેલા UPSCની IFSનું પરિણામ જાહેર થયું છે. જેમાં મુળ સુરતના અને હાલ અમદાવાદમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જૈનિલ દેસાઇએ UPSCની IFSમાં ઓલ ઈન્ડિયામાં 12મો રેન્ક મેળવ્યો છે. જૈનિલે સતત 8 કલાકની મહેનત સાથે બીજા પ્રયાસમાં UPSC પાસ કરી છે.

સુરતમાં રહેતા જૈનિલ દેસાઇએ 2020માં સુરતની કોલેજમાંથી મિકેનીકલ એન્જીનીયરીંગરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જૈનિલના પિતા જગદીશભાઈ એમ્બ્રોડરી મશીનનું કામ કરે છે, જ્યારે માતા દક્ષાબેન હાઉસ વાઈફ છે અને તેનો નાનો ભાઈ અભ્યાસ કરે છે. જૈનિલ મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. 3 વર્ષની મહેનત બાદ જૈનિલને સફળતા મેળી છે.

આ પણ વાંચો Monsoon 2023: અમદાવાદના મકરબા વિસ્તારમાં 25 ફૂટનો મોટો ભૂવો પડ્યો, વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન, જુઓ Video

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

જૈનિલ સ્પીપા ઇન્સ્ટિટ્યૂટમાં રહીને તૈયારી કરતો હતો

જૈનિલને પહેલાથી જ સિવિલ સર્વિસમાં જવાની ઈચ્છા હતી. તેથી સ્પીપા ઇન્સ્ટિટ્યૂટમાં રહીને તૈયારી કરતો હતો. ઘરથી દૂર રહેવાનું હોવાથી જૈનિલ અમદાવાદમાં સરદારધામમાં રહી UPSC અને IFS માટે તૈયારી કરતો હતો. જૈનિલે ગ્રેજ્યુએશન પછી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ પહેલા 2021માં જૈનિલે UPSCની પરીક્ષા આપી હતી જેમાં તેને સફળતા મળી ન હતી. તે મેઇન્સ સુધી જ પહોંચ્યો હતો, પરંતું તેણે હાર માની ન હતી અને આગળ વધ્યો હતો અને આજે જળહળતી સિદ્ધિ મેળવી હતી.

સિવિલ સર્વિસમાં ઇન્ટરવ્યૂ પાસ કરી શક્યો નહતો

જૈનિલે સિવિલ સર્વિસ સાથે IFSની તૈયારી પણ શરૂ કરી હતી. બંને પરીક્ષામાં પ્રિલીમ પરીક્ષા સમાન હોય છે, જેથી 2022માં તેણે બંનેની પ્રિલીમ પરીક્ષા પાસ કરી દીધી હતી. સિવિલ સર્વિસમાં અને ફોરેસ્ટ સર્વિસમાં જૈનિલ મેઇન્સ બાદ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પરંતુ સિવિલ સર્વિસમાં ઇન્ટરવ્યૂ પાસ કરી શક્યો નહતો અને ફોરેસ્ટ સર્વિસમાં ઇન્ટરવ્યૂ પાસ કરતાં ફોરેસ્ટ સર્વિસમાં તેની પસંદગી થઈ હતી.

IAS ઓફિસર બનવાની ઈચ્છા છે

જૈનિલ દેસાઇ IAS ઓફિસર બનવા માંગે છે, તેથી તેમણે એક મહિના અગાઉ UPSCની પ્રિલીમ પરીક્ષા આપી છે અને હવે તે મેઇન્સની તૈયારી કરી રહ્યા છે. આગામી સમયમાં તેઓ UPSCની મેઇન્સની પરીક્ષા આપશે. UPSCની પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બનવાનો તેમનું લક્ષ્ય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:41 pm, Mon, 3 July 23