Jagannath 145th Rath Yatra Highlight: આખરે જગન્નાથના ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા(145 Jagannath Rathyatra) છે.રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા.સવારે મંગળા આરતી અને પહિંદવિધી બાદ શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવાયુ.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જ પહિંદ વિધી કરી રથયાત્રાનો(Rathyatra 2022) પ્રારંભ કરાવ્યો.તમને જણાવી દઈએ કે,રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે. ત્રણેય રથમાં નીજ મંદિર પહોંચી ગયા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આરતી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો. ભગવાન આજે આખી રાત રથમાં જ રહેશે. કાલે સવારે નીજ મંદિરમાં બિરાજમાન થશે.
Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં નીકળેલી 145મીં રથયાત્રા શાંતિપુર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્રણેય રથ નીજ મંદિરના પ્રાંગણમાં પરત ફર્યા છે. જોકે આજની રાત ભગવાન જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરાવાશે નહીં. આવતી કાલે સવારે આરતી બાદ ભગવાનને નીજ મંદિરમાં પ્રવેશ કરાવાશે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથનો રથ નીજ મંદિર પહોંચી ગયો છે. બાકીના બંને રથ પણ મંદિરની બહાર આવી પહોંચ્યા છે ત્યારે જમાલપુર દરવાજા પાસે, મંદિર બહાર ભક્તિની ભારે ભીડ એકઠી થઈ છે. રથયાત્રા પૂર્ણ થઈ રહી છે ત્યારે છેલ્લા દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથનો રથ નીજ મંદિર પહોંચી ગયો છે. તેની પાછળ પાછળ બાકીના બે રથ પણ મંદિર પહોંચવાની તૈયારીમાં છે. આ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થઈ છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ત્રણેય રથ માણેક ચોકથી નીકળીને કોર્પોરેશન થઈને ખમાસા તરફ અને ત્યાંથી જમાલપુર તરફ રવાના થયા છે. પહેલો રથ ખમાસા અને જમાલપુર વચ્ચે પહોંચ્યો છે. જ્યારે બીજો અને ત્રીજો રથ ખમાસાથી રવાના થયા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: આજે અષાઢી બીજે દ્વારકા જગત મંદિરમાં જાજરમાન રથયાત્રા યોજાઈ હતી. જેમાં ભગવાન ચાંદીનાં રથમાં બિરાજમાન થયા હતાં. મંદિર પરિસરમાં ચાર વખત આરતી અને ચાર વખત ભોગની પરંપરા છે. ભગવાનનાં રથને મંદિર સ્તંભ સાથે અથડાવાની પણ પરંપરા છે. મોટી સંખ્યામાં ભાવિકો અને પ્રવાસીઓએ રથયાત્રાનાં દર્શનનો લાભ લીધો હતો.
Jagannath 145th Rath Yatra Live Updates: મહંત દિલીપદાસજી ખમાસાથી સીધા મંદિર જવા રવાના થયા હતા. તેઓ મંદિરમાં પહોંચીને રથના સ્વાગત માટેની તૈયારીઓ તપાસશે અને જ્યારે રથ પરત આવે ત્યારે તેનું સ્વાગત કરશે. બીજી બાજુ ત્રણેય રથ માણેક ચોક પહોંચી ચૂક્યા છે અને ત્યાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જામી છે.
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા માણેક ચોક પહોંચી ગઈ છે અને તે હવે અકાદ કલાકમાં નીજ મંદિર પરત આવી જશે. ભગવાનના રથ નીજ મંદિર પરત ફરે ત્યારે જગન્નાથ મંદિરમાં ભીડ ન થાય તે માટે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ગજરાજ રથયાત્રાનો સમગ્ર રૂટ પૂરો કરી નીજ મંદિર પરત ફર્યા છે. આ ઉપરાંત મંદિરમાં રથયાત્રાને આવકારવા માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
Elephants from Lord Jagannath’s #RathYatra reach temple, #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/8V9EBpDMRz
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીને ઇમરજન્સી સારવારની પડી જરૂર પડી હતી. મિર્ઝાપુર કોર્ટ પાસે ફરજ બજાવતી વખતે એક પોલીસ કર્મચારી શ્વાસની તકલીફ સર્જાઈ હતી. તકલીફ સર્જાતા 108 ની મદદ લઈને કર્મચારીને ઓક્સિજન આપી સિવિક હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ સરસપુર આંબેડકર હોલ પાસે રથયાત્રા દરમિયાન એક મહિલાને પેટનો દુખાવો થતા 108 ની મદદ લેવાઈ હતી. આ ઉપરાંત રાયપુર પાસે એક વૃદ્ધને લોહીની ઉલટી થતા 108 ની મદદ લેવાઈ હતી.
Jagannath 145th Rath Yatra Live Updates: એક રથ ઘી કાંટા પહોચ્યો, સવારથી રાહ જોતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. લોકોએ હર્ષોલ્લાસ સાથે રથના વધામણાં કર્યાં હતાં.
રથ અત્યારે ઘીકાંટા પહોંચ્યા છે ત્યારે ગ્રાફિક્સ દ્વારા જાણો રથનું લોકેશન
Jagannath 145th Rath Yatra Live Updates: ઘી કાંટાથી ટ્રકો, અખાડા અને ભજન મંડળીઓ નીકળ્યા બાદ બે કિમી દૂર રથ રહેતા ભક્તો ઉત્સાહપુર્વક રાહ જોઈ રહ્યા છે. રસ્તાની બંને બાજુ ભક્તોની ભીડ જમા થઈ ગઈ છે. ત્રણેય રથ નાગોરીવાડથી પસાર થઈ ચૂક્યા છે.
રથ રંગીલા ચોકી થી નીકળયા #TV9News pic.twitter.com/fknIjC3tlo
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
રથ શાહપુર દરવાજા થી નીકળયા #TV9News pic.twitter.com/caOQ0CiBZk
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કરતબબાજો એક મહત્ત્વનું આકર્ષણ હોય છે. કેટલાક કરતબબાજો દિલઘડક કરતબો કરતા હોય છે. ઘી કાંટા વિસ્તારમાં બાળકે કરતબો બતાવ્યાં હતાં જેને લોકો જોતાં રહી ગયાં હતાં.
કેટલાક કરતબબાજોએ પોતાના શરીરમાં લાંબી સોય આરપાર ભોંકાવી હતી. આ જોઈ લોકો મોમાં આગળા નાખી ગયા હતા.
એક કરતબબાજે એક સાયકલને દોરીથી બાંધીને દાત વડે પકડીને ફોરવી હતી.
Jagannath 145th Rath Yatra Live Updates: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું શાહપુર ઘટના વિશે કેબીનના પતરાં પર ઘણા લોકો હતાં અને આ કેબિન તૂટી હતી. ગુજરાત પોલીસના જવાનોએ બાળકોને બચાવીને બહાર કાઢ્યા છે. બાળકીને વહાલ કરવાનો મને મોકો મળ્યો, તેમના માતાપિતાને સોંપી છે અને તાત્કાલિક ડોક્ટરને બોલાવીને બાળકો તેમને સોંપવામાં આવ્યાં હતાં.
Jagannath 145th Rath Yatra Live Updates: શાહપુરમાં એક દીવાલ ધરાશય થતા બે બાળકો ઇજા થયાં છે. ગૃહમંત્રી અને પોલીસ કમિશનરને ધ્યાન પર આવતા તેઓ તરત ત્યાં પહોંચ્યાં હતાં. બન્ને બાળકો બચાવી લેવાયાં છે. બન્ને બાળકોને ગૃહમંત્રીએ શાંત કર્યાં હતાં અને સ્થાનિક પોલીસને સોંપ્યા છે. તેના માતા-પિતા દેખાતા ન હોવાથી સ્થાનિક પોલીસને બાળકોની પ્રાથમિક સારવાર કરવા માટે કહ્યું હતું. બન્ને બાળકોને સામાન્ય ઇજા થઇ હતી પણ ગભરાઈ ગયા છે.
અમદાવાદ કમિશનર અને જેસીપી અઘિકારીઓ રાઉન્ડમાં હતા ત્યારે જ આ ઘટના બની હતી. દીવાલ પડતાં 15 થી 20 લોકો પડ્યાં હતાં જેમાં જાનહિનિના કોઈ સમાચાર નથી. નાની મોટી ઇજાઓ થઇ છે.
રથયાત્રા દરમિયાન શાહપુર વિસ્તારમાં પડી કેબીન, પોલીસ બચાવ કામગીરીમાં લાગી..#Ahmedabad #RathYatra #RathYatra2022 #Gujarat #TV9News pic.twitter.com/YjJ4wetuSW
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી પ્રેમદરવાજાથી ફરી રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા સાથે હર્ષ સંઘવી દિલ્હી ચકલા પહોંચ્યા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: શહેરના વાતાવરમમાં પલટો આવ્યા બાદ રથયાત્રામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં શ્રદ્ધાળુઓમાં હરખની હેલી જોવા મળી હતી. લોકો વરસાદ વચ્ચે પલળીને રથયાત્રાનો લ્હાવો લીધો હતો.
અમીછાંટણા વચ્ચે જગન્નાથજીની રથયાત્રા #Ahmedabad #RathYatra2022 #RathYatra #Gujarat #Monsoon2022 #TV9News pic.twitter.com/3fOLTBBBhI
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો ઘેરાવાની સાથે શાહપુરમાં અમી છાંટણા થયાં છે. વરસાદ પડતાં રથયાત્રામાં ઉમટેલા માનવ મહેરામણને ગરમીથી રાહત મળશે. સવારની જેમ ફરી એકવાર રથયાત્રામાં અમી છાંટા થયાં છે. હવામાન વિભાગે 1 જુલાઈએ પણ અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી હતી.
Jagannath 145th Rath Yatra Live Updates: રથ દરીયાપુર પહોંચી ગયા છે જ્યાકે બીજી બાજુ અખાડા દ્વારા પોતાના કૌશલ્યો બતાવવાના શરૂ થયાં છે. અખાડાના કરતબબાજ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા.
Akhada artists performing stunts in the #Rathyatra procession, #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/xlasiFlxxu
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથમા રથયાત્રાના ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચા છે. જ્યાંથી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા છે અને તેઓ પદયાત્રા કરી દરીયાપુર તરફ ચાલતા થયા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફરી રથયાત્રામાં પ્રેમ દરવાજા પહોંચ્યા છે. જેના પગલે સીપી સંજય શ્રીવાસ્તવ અને જેસીસી કક્ષાના અધિકારીઓ પ્રેમ દરવાજા પહોંચ્યા છે.
MoS Home @sanghaviharsh joins #Rathyatra2022 at Prem Darwaja, #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/zFYxoZD3OT
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: ભાજપના કાર્યકર બોબીની હત્યા થઈ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ટેબલો તૈયાર કરવામાં આવ્યો હતો અને રથયાત્રાના અન્ય ટેબ્લોની સાથે તેને પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
Jagannath 145th Rath Yatra Live Updates: અષાઢીબીજ ન પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી ” જાય જગન્નાથ” ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે તેમના ડેશ બોર્ડ રૂમથી સમગ્ર યાત્રાના વિડિયો ફૂટેજનું નિરીક્ષણ કરી, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તમામ વ્યવસ્થાઓ બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને માહિતગાર કર્યા હતા. રથયાત્રા નિર્ધારિત સમયાનુસાર અને સુચારુ રીતે ચાલી રહી છે ત્યારે પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ફરી એકવાર દરિયાપુરથી યાત્રામાં જોડાશે જાય જગન્નાથનો જાય ઘોષ કરશે.
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.
#Rathyatra2022: #Ahmedabad City Police monitoring security with Tarkash App #TV9News @AhmedabadPolice pic.twitter.com/rMxjW58hPR
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં પહેલવાનોનું પણ અનોખું આકર્ષણ હોય છે. લોકોની ભીડ વચ્ચે પહેલવાનોએ અંગકસરતના દાવ અને શરીર શૌષ્ઠવ બતાવ્યાં હતાં.
Watch pehelwans of Akhadas flexing their muscles in #Rathyatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/8MK6iNS2zU
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં રથયાત્રા પરત ફરી રહી છે ત્યારે ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા છે. આ ઉપરાંત ટેબ્લો પણ પરત આવી રહ્યા છે. ટેબ્લો દિલ્હી ચકલા પહોંચ્યા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: સુરતમાં પણ ભવ્ય રથયાત્રા નીકળે છે. મેયર હેમાલી બોઘાવાળા અને મંત્રી દર્શના જરદોશે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રામાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતી ન કરે તે માટે પોલીસ સતત ચોકસાઈ દર્શાવી રહી છે. રથયાત્રાનું આગમન થાય તે પહેલાં રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાનના રથનું ડ્રોનથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રથના લોકેશનની આસપાસ સતત ડ્રોન ઉડતાં રહે છે અને રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ આ રીતે બાજ નજર રાખી રહી છે.
Jagannath 145th Rath Yatra Live Updates: દાહોદ જીલ્લામાં લીમડી, ઝાલોદ, દાહોદ, લીમખેડા, સીંગવડ ખાતે રથયાત્રા નીકળી છે જેમાં હજારોની સંખ્યામાં દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. લીમડી પાંચમી રથયાત્રામાં ગજરાજ પણ જોડાયા છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભાવનગરમાં વાઘાવાડી, કાળિયાબીડ, સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વરસાદને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોતા દર્શનાર્થીઓ રોડ પરથી ઘરે જવા લાગ્યા છે. રથયાત્રામાંથી પણ માનવ મેદની ઘટી રહી છે.
Jagannath 145th Rath Yatra Live Updates: મોડાસા નગરમાં અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે બાલકનાથ મંદિર ખાતેથી 7 કિલો મીટરના રૂટ પર નગર ચર્યાએ ભગવાન જગન્નાનાથ ભાઈ બલારામ અને બહેન શુભદ્રાની 40મી રથયાત્રા નીકળી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જામ્યો છે. પોલીસ વડા સહિત 500 થી વધુ પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Jagannath 145th Rath Yatra Live Updates: સરસપુરમાં ભગવાનના મોસાળમાં પ્રસાદ અને વિરામ બાદ રથયાત્રા પરત ફરવાની તૈયારી કરી રહી છે. અખાડા નીકળવાના શરૂ થયા છે. હવે થોડી જ વારમાં ભગવાનના રથ પણ નીકળશે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન સરસપુરની થોડી જ વારવામાં ફરત ફરવાના છે અને પરત ફરતી વખતે દિલ્હી દરવાજા થઈને નીકળવાના છે તેથી દિલ્હી દરવાજા વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથ પહોંચ્યા છે.ભાવિક ભક્તો જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
Sevaks overwhelmed with joy after darshan of Lord #Jagannath at Saraspur #RathYatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/UqmOtE5A1C
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
ભગવાન જગન્નાથની રથયાત્રામાં નેતાઓની પણ હાજરી જોવા મળી. રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રભુની મંગળા આરતી ઉતારી.તો અમિત શાહ સાથે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પિહંદ વિધિ કરાવીને ધન્યતા અનુભવી.જ્યારે ભાવનગરની રથયાત્રામાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રથને પ્રસ્થાન કરાવ્યું.તો બ્રિજેશ મેરજાએ મોરબી ખાતે હાજરી આપી.આજના આ મહાપર્વે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિનું મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાને CM ડેશબોર્ડ દ્વારા નિરીક્ષણ કર્યું.
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 145 મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું.
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અમદાવાદ મહાનગરની ૧૪૫મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું. #RathaYatra2022 #AhmedabadRathYatra #Gujarat #TV9News pic.twitter.com/2dMPCUUXDn
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
જગન્નાથજીની રથયાત્રામાં હજારો સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે.ચારે તરફ ‘નંદીઘોષ’નો જયઘોષ ગુંજી રહ્યો છે.રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.જેમાં કરતબબાજોએ પણ વિવિધ કરતબ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
પાંચ કુવા વિસ્તારમાં કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા#AhmedabadRathYatra #Ahmedabad #RathaYatra2022 #Gujarat #TV9News pic.twitter.com/8ObPJeWAAJ
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યા. જેમાં પાંચ કુવા વિસ્તારમાં કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા.
શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગળ વધી રહી છે.હાલ રથ રાયપુર પહોંચ્યા છે, જ્યારે ગજરાજ ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે.
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા વાજતે-ગાજતે આગળ વધી રહી છે.જગન્નાથજી સહિત ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ આસ્ટોડિયા પહોંચ્યા છે.
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વાજતે-ગાજતે નીકળી છે, ત્યારે હાલ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Lord #Jagannath #RathYatra being celebrated with religious fervour. #Ahmedabad . #Gujarat #RathaYatra2022 pic.twitter.com/Iw9UnEQUyI
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
જમાલપુર અને ખમાસા વચ્ચેથી રથ પસાર થયા બાદ ABVP કાર્યકરો અને વિદ્યાર્થીઓ રથયાત્રા રૂટ પર પડેલો કચરો દૂર કરવાની કામગીરીમાં જોડાયા. 200 થી વધુ લોકો અભિયાનમાં જોડાઈ રૂટની સફાઈ કરી લોકોને જાગૃત બનવા અને સ્વચ્છતા અંગે ધ્યાન રાખવા અપીલ કરી.
200 થી વધુ લોકો અભિયાનમાં જોડાઈ રૂટની સફાઈ કરી લોકોને જાગૃત બનવા અને સ્વચ્છતા પ્રત્યે ધ્યાન રાખવા અપીલ કરી#RathaYatra2022 #AhmedabadRathyatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/Z95NBftUHy
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિતે લોકગાયક કિંજલ દવેએ લોકોને પોતાના આગવા અંદાજમાં શુભેચ્છા પાઠવી.
Gujarati artist #KinjalDve extends wishes on the occasion of #RathYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/g9fk0QwsnD
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
ખાડીયામાં રાકેશ ઉર્ફે બોબી હત્યાને લઈ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ન્યાયની માંગ કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચાએ નીકળ્યા છે.ત્રણેય રથ હાલ AMC પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા ધીમે-ધીમે આગળ વધી રહી છે.ભગવાનના મોસાળ સરસપુરમાં ભગવાનના સ્વાગત માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે.
હર્ષઉલ્લાસથી ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ વધી રહી છે#AhmedabadRathYatra #RathYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/HLMWPirTGG
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
#RathYatra reaches Khamasa in #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/Ju0X3B73W3
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
લુહાર શેરીની પોળમાં 1500 કિલો મોહનથાળ તથા 1000 કિલો બટાકાનું શાક અને પુરીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંદાજે 20,000 થી વધુ લોકો ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે પંગત માણીને પ્રસાદીનો લાભ લેશે.
Food being prepared for devotees in Saraspur, #Ahmedabad . #Gujarat #RathaYatra2022 #RathaJatra pic.twitter.com/0CyvniHjiv
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
2 વર્ષ બાદ જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે જેને લઈને ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.ભગવાન જગન્નાથ સાથે ભાઇ બલરામ અને બહેન સુભદ્રા પણ નગરચર્યાએ નીકળ્યા.સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા અને ત્યારબાદ સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં.રથયાત્રા સમયે અખાડાના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યાં.અખાડાના કરતબે સૌનું ધ્યાન ખેચ્યું હતું.જ્યારે કરતબબાજોએ પણ વિવિધ કરતબ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
કરતબબાજોએ વિવધ કરતબથી સૌનું ધ્યાન ખેચ્યું#AhmedabadRathYatra #RathaYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/65ud9iBVMv
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
જગન્નાથજીની 145 મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે.ઠેર-ઠેર ભક્તો દ્વારા ભગવાનનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.દર વર્ષની જેમ આ વખતે પણ રથયાત્રામાં પાંચ કુવા વિસ્તારમાં અમી છાંટણા થયા.ઝરમર વરસાદ શરૂ થતા ભક્તોએ જય રણછોડ..માખણ ચોર..ના નારા લગાવ્યા.
ભગવાન જગન્નાથની રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.હાલ ગજરાજ પાંચ કુવા પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અબાલ-વૃદ્ધમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.થોડીવારમાં રથયાત્રા પાંચ કુવા પહોંચશે.
જમાલપુરથી 30 અખાડા રવાના થયા છે.થોડીવારમાં જમાલપુર દરવાજાથી રથ આવશે.
ચીમનભાઈ નામના વૃદ્ધએ પાંચ કુવા રથયાત્રાના રૂટમાં ભગવાનના સ્વરૂપ એવા બાળકોમા ચોકલેટ કેન્ડી વહેંચીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે .
અમદાવાદમાં 145મી રથયાત્રા પગલે અખાડાના પહેલવાનો પણ શહેરીજનોમાં અનેરું આકર્ષણ ધરાવતા હોય છે. જેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે રથયાત્રામાં અખાડાના પહેલવાનોના પ્રદર્શનથી લોકો મંત્રમુગ્ધ બન્યા.
Visuals of Akhadas performing stunts in #AhmedabadRathYatra #RathYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/HQ7YCUG7e4
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
રથયાત્રા માટે AMC દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ : મેયર કિરીટભાઈ પરમાર#AhmedabadRathyatra #RathaYatra #RathYatra2022 #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/ZNRhdgJMsr
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ હાલ નગરચર્ચાએ નીકળ્યા છે.જગન્નાથની રથયાત્રા થોડી વારમાં પાંચ કુવા વિસ્તાર પહોંચશે.
ભગવાન જગન્નાથની રથયાત્રાનો આકાશી નજારો#AhmedabadRathyatra #RathYatra #RathYatra2022 #Gujarat #TV9News pic.twitter.com/vuhFUp3xU1
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
રથયાત્રા જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે.સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રાનુ આગમન થતા ભકતોમા અનેરો ઉત્સાહ#RathYatra #RathYatra2022 #RathaYatra #AhmedabadRathyatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/uPOlOaers0
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌ ને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના.તમને જણાવી દઈએ કે, આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
CM Bhupendra Patel pulls chariot along with devotees , #Ahmedabad . #Gujarat #RathYatra2022 #RathJatra pic.twitter.com/jAFZX7WPvG
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત શુભારંભ કર્યો.જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
CM Bhupendra Patel performs Pahind Vidhi of #Rathyatra , #Ahmedabad . #Gujarat #RathYatra2022 pic.twitter.com/SGUZESp6in
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Tight security arrangements for #Jagannath #RathYatra , #Ahmedabad . Gujarat #RathYatra2022 pic.twitter.com/iWuKdJoCEX
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
થોડીવારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરમાં પહિંદ વિધિ કરશે.મહત્વનુ છે કે, મુખ્યપ્રધાન કોરોના ગ્રસ્ત થતા અનેક અટકળો ચાલી રહી હતી, પરંતુ સ્પષ્ટતા બાદ અટકળોનો અંત આવી ગયો હતો.
CM Bhupendra Patel reached #Jagannath Temple, to perform Lord Jagannath’s Pahind Vidhi shortly . #Ahmedabad #Gujarat #RathYatra2022 pic.twitter.com/E6bLziIxiS
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
થોડીવારમાં ભક્તોની આતુરતાનો અંત આવશે અને ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે.પૂર્વગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી.
થોડીવારમાં ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે,ત્યારે વ્હાલાના વધામણાં માટે અમદાવાદીઓ આતુર જોવા મળી રહ્યો છે.
All preparations done, Lords Jagannath’s chariot set to roll in #Ahmedabad . #RathYatra2022 #RathJatra #Gujarat pic.twitter.com/Uq8pnCm5ut
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન જગન્નાથની(Lord Jagannath) આજે 145મી રથયાત્રા છે. રથયાત્રામાં (rathyatra) જોડાવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે.સવારે મંગળા આરતી અને પહિંદવિધી બાદ શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવાશે.મહત્વનું છે કે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) જ પહિંદ વિધી કરશે.તો રથયાત્રા શરૂ થતાં પહેલાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે.રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન નગરચર્ચાએ નીકળે તે પહેલા વહેલી સવારથી જ મંદિરમાં ભક્તો પહોંચતા હોય છે અને ખીચડીના પ્રસાદનો એક કણ લઈને પણ ધન્યતા અનુભવતા હોય છે. તો ઉપરણાનો પ્રસાદ સાચવી પણ રાખતા હોય છે. જ્યારે મગ ચલાવે પગ તે કહેવત મુજબ રથયાત્રામાં મગના પ્રસાદનું મહત્વ છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે ખીચડીના પ્રસાદનું અનેરું મહત્વ રહેલુ છે. આ ખીચડીનો પ્રસાદ સામાન્ય ખીચડીનો પ્રસાદ નહી પરંત તે ડ્રાયફ્રુટ વાળી શાહી ખીચડી હોય છે.
Khichdi Mahaprasad being prepared for devotees, #Ahmedabad . #Gujarat #RathYatra2022 #RathJatra pic.twitter.com/G30u8Md2pg
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રામાં(Rathyatra 2022)ભક્તો જોડાવાના છે. જે યાત્રાનું સ્વાગત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનેતક મળી છે. ત્યારે આ તક ને ઝડપી આ વર્ષે કોર્પોરેશન દ્વારા રથયાત્રાના સ્વાગત માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. જોકે આ વર્ષે એએમસી અંદાજે 5 લાખના ખર્ચે ટી શર્ટ(T-Shirt) વિતરણ પણ કરશે. સામાજિક મેસેજ આપવા સ્લોગન સાથેની ટી શર્ટ તૈયાર કરી છે. જેમાં વર્લ્ડ હેરિટેજ સીટી અને હરિયાળી અમદાવાદના સ્લોગન સાથેની ટી શર્ટથી હેરિટેજ સીટી અને હરિયાળું અમદાવાદનો મેસેજ લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ લોકો વૃક્ષ વાવે તે માટે સંદેશ આપતા ટી શર્ટ તૈયાર કર્યા છે. કોર્પોરેશન દ્વારા અંદાજે5 લાખના ખર્ચે ટી શર્ટ તૈયાર કરવામાં આવી છે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાને લઈ છેલ્લા 2 વર્ષથી નિકળી નોહતી શકી અને હવે જ્યારે ફરી એકવાર ધામધૂમ પૂર્વક યાત્રા નિકળવાની છે ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોચી ગયા છે. સવારની મંગળા આરતી બાદ હવે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલદેવજીને રથમાં આરૂઢ કરાયા, મંદિર પરિસરમાં જય રણછોડનો જયઘોષ લાગ્યા હતા.
ભગવાન જગન્નાથને રથમાં આરૂઢ કરાયા , #Ahmedabad#RathYatra2022 #RathJatra #Gujarat pic.twitter.com/RQwx29NNp7
— Tv9 Gujarati (@tv9gujarati) June 30, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: ગુજરાત રાજ્યનાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથજીની રથયાત્રા પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી
उत्साह, उमंग एवं हर्षोल्लास के पर्व महाप्रभु श्री जगन्नाथ जी की रथयात्रा की सभी भक्तों को हार्दिक शुभकामनाएं।
|| जय जगन्नाथ ||#RathaYatra2022 pic.twitter.com/6efJffLRyV
— Harsh Sanghavi (@sanghaviharsh) June 30, 2022
Jagannath 145th Rath Yatra Live Updates: Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલદેવજીના નેત્ર પરથી પાટા હટી ગયા છે. ભક્તોની મોટા પાયા પર ભીડ ઉમટી છે થોડીક વારમાંજ હવે પહિંદ વિધિ યોજાશે કે જેમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોચશે.
Jagannath 145th Rath Yatra Live Updates: ભગવાન જગન્નાથજી 145મી રથયાત્રા(Rathyatra 2022) યોજાશે. જો કે કોરોનાના બે વર્ષ બાદ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં ભાગ લઈ શકશે. આવા સંજોગોમાં રથયાત્રાને લઇને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદની રથયાત્રામાં આ પ્રથમ વખત અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોમી એકતાનું(Communial Harmony ) વાતાવરણ ઉભું કરવા માટે 495 હિન્દુ અને મુસ્લિમની યુવા બ્રિગેડની રચના કરવામાં આવી છે. આ યુવા બ્રિગેડને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. રથયાત્રાની અંદર 18 ગજરાજ, 101 શણગારેલી ટ્રકો, અખાડા અને ભજન મંડળી અને ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાના રથો પણ હશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રા સુગમતાથી પસાર થાય તે માટે અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આઈપીએસને કામગીરી સોંપવામાં આવી છે.
Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા. જોકે જગદીશ મંદિરના મહંત દીલિપદાસજીએ આ વર્ષે જણા્વ્યું હતું કે વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે.
Jagannath 145th Rath Yatra Live Updates: અમદાવાદમાં (Ahmedabad) 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી પૌરાણિક ગણાતી રથયાત્રામાં (Rathyatra) રથનું આગવું માહાત્મય છે. જ્યારે ભગવાન રથ (Chariot) માં સવાર નથી હોતા ત્યારે ભાવિકો રથને જ ભગવાનની પ્રતિકૃતિ માનીને શીશ નમાવતા હોય છે. અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા.
Jagannath 145th Rath Yatra Live Updates: રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રતિનિધિ તરીકે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી કરી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત હોવાથી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખીચડાનો પ્રસાદ લઈને જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા.
Published On - 3:52 am, Fri, 1 July 22