Breaking News : રેલયાત્રિકો માટે ખુશખબર, હવે વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલા મળશે, જુઓ Video

ભારતીય રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે વેઈટિંગ અને RAC ટિકિટ ધરાવતા મુસાફરો પોતાની ટિકિટનું સ્ટેટસ ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલાં જોઈ શકશે.

Breaking News : રેલયાત્રિકો માટે ખુશખબર, હવે વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલા મળશે, જુઓ Video
| Updated on: Dec 17, 2025 | 5:29 PM

રેલયાત્રિકો માટે ખુશખબર સામે આવી છે. હવે ટ્રેનમાં વેઈટિંગ અને RAC ટિકિટ ધરાવતા મુસાફરો પોતાના રિઝર્વેશન સ્ટેટસ 10 કલાક પહેલા જ જોઈ શકશે. ભારતીય રેલવે બોર્ડે પ્રથમવાર ટ્રેનના રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મહત્વનો ફેરફાર કર્યો છે, જેનાથી લાખો મુસાફરોને સીધો ફાયદો મળશે.

નવા નિયમ મુજબ, સવારે 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન રવાના થતી ટ્રેનોનું પ્રથમ રિઝર્વેશન ચાર્ટ આગલા દિવસની રાતે જ તૈયાર કરી દેવામાં આવશે. આ કારણે મુસાફરોને પહેલેથી જ ખબર પડી જશે કે તેમની વેઈટિંગ કે RAC ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં.

તે જ રીતે, બપોરના 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તથા રાતના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રવાના થતી ટ્રેનો માટેનું પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેનની રવાના પહેલાં 10 કલાક અગાઉ તૈયાર કરવામાં આવશે. આ વ્યવસ્થાથી મુસાફરોને પોતાની યાત્રા માટે વધુ સારી રીતે આયોજન કરવાની તક મળશે.

અગાઉ રેલવે દ્વારા ટ્રેનનું રિઝર્વેશન ચાર્ટ માત્ર 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતું હતું, જેના કારણે ઘણા મુસાફરોને છેલ્લી ઘડીએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વેઈટિંગ અને RAC ટિકિટ ધરાવતા યાત્રિકોને અનિશ્ચિતતામાં રહેવું પડતું હતું.

રેલવે બોર્ડના આ નવા નિર્ણયથી હવે મુસાફરોને સમયસર માહિતી મળશે અને યાત્રા વધુ સુવિધાજનક બનશે. રેલવેનો આ પગલું યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું મહત્વપૂર્ણ સુધારણું માનવામાં આવી રહ્યું છે.

આ 4 ટ્રેનનું સ્ટેપેજ મળતા કલોલ હવે, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરુ, દિલ્હી રાજસ્થાન, બિહાર સાથે રેલ માર્ગે જોડાયું

Published On - 5:28 pm, Wed, 17 December 25