અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ પોલીસ ખુબજ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. 4 આઈજી-ડીઆઈજી, 21 ડીસીપી, 47 એસીપી, 131 પીઆઈ, 369 પીએસઆઇ સહિત 7000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હશે.
4 હજાર થી વધુ હોમ ગાર્ડ પણ સુરક્ષામાં તહેનાત રહેશે. સ્ટેડિયમમાં સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્તમાં NSG, NDRF અને SDRF પણ સુરક્ષામાં જોડાશે. ખાસ કરી વિસ્ફોટક માટેના કેમિકલ જેવા પદાર્થને ઓળખ કરવા SDRF અને NDRF ટીમ રહેશે.
સ્થાનિક પોલીસ સિવાય 3 NSG ની ટીમ અને NSG ની એક એન્ટી ડ્રોન ટીમ પણ સુરક્ષામાં જોડાશે. 5 QRT, 2 ચેતક કમાન્ડો, 3 BDS ટીમ, માઉન્ટેડ પોલીસ, 10 સીસીટીવી ટાવર સર્વેલાન્સ, 14 BDS ટીમ અને 2000 થી વધુ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.
મહત્વનું છે કે 17 જેટલી જગ્યા એવી નોંધવામાં આવી છે કે જે સંવેદનશીલ છે, ત્યાં પણ પોલીસ તૈનાત રહેશે. જ્યાં RAF ટુકડી પણ તૈનાત કરવામાં આવશે. જોકે સ્ટેડિયમમાં મોબાઇલ સિવાય અન્ય વસ્તુઓ લઈ જવા દેવામાં નહિ આવે. પાણીની બોટલ, ખાવાની સામગ્રી સહિત સંવેદનશીલ પોસ્ટર નહિ લઈ જવા દેવામાં આવે. પોલીસ કમિશનર કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે કોઈ ભડકાઉ પોસ્ટ ના કરે જેને લઈ સાયબર ક્રાઇમ ટીમ વોચ રાખી રહી છે.
નોંધનીય છે કે શહેરની હોટલોની પણ ચેકીંગ કરવામાં આવશે અને ટિકિટ ના કાળા બજાર ઉપર પણ નજર રાખવામાં આવી રહેલ છે. સાથે જ મેચમાં આવતા વી.વી.આઈ.પી આવનાર માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે પોલીસ મેચને લઈ તમામ પ્રકારે સક્ષમ હોવાનું કહી રહ્યા છે.
Published On - 11:19 pm, Mon, 9 October 23