સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (SVGU) એ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા માટે, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ (UOW), ગિફ્ટ સિટી, ગાંધીનગર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
આ MoU શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ તકો સર્જશે જેમાં નીચેના ક્ષેત્રોમાં સહયોગનો સમાવેશ થાય છે:
વિદ્યાર્થી અને ફેકલ્ટી વિનિમય કાર્યક્રમો
સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને પરિષદો
શૈક્ષણિક સંસાધનો અને કુશળતાનું આદાનપ્રદાન
સહયોગી શૈક્ષણિક કાર્યક્રમ વિકાસ
આ MoU SVGU ખાતે યોજાયેલ એક વિશેષ કિકઓફ મીટિંગ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે SVGUના રજિસ્ટ્રાર ડૉ. મયુર શાહ અને UOW ઇન્ડિયા (ગિફ્ટ સિટી) ના કેમ્પસ ડિરેક્ટર ડૉ. નિમય કલ્યાણીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાથે સાથે આ પ્રસંગે SVGUના માનનીય પ્રોવોસ્ટ ડૉ. કિરણ કે. શાહ અને અન્ય નિયામકો તથા વોલોંગોંગ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. મયુર શાહે જણાવ્યું, “આ MoU અમારું શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રેનો વ્યાપ વિસ્તૃત કરશે અને વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી માટે વૈશ્વિક સ્તરે નવી તકો ઊભી કરશે.”
ડૉ. નિમય કલ્યાણીએ ઉમેર્યું, “આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને વોલોંગોંગ યુનિવર્સિટીના વિવિધ આંતરરાષ્ટ્રીય કેમ્પસમાં અભ્યાસ કરવાની તકો મળશે, તેમજ ફેકલ્ટી માટે સંયુક્ત સંશોધન અને ઉદ્યોગસહયોગી પ્રોજેક્ટ્સમાં સહભાગી થવાની તક મળશે.”
આ ભાગીદારી શિક્ષણમાં ગુણવત્તા, નવીનતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ દ્વારા બંને સંસ્થાઓ માટે ઉજ્જળ ભવિષ્ય તરફનો માર્ગ પ્રસ્થાપિત કરશે.