રાજ્યના 18થી વધુ જિલ્લામાં વરસાદ, નદીઓમાં પૂર આવ્યાં, વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ

|

Jun 12, 2022 | 7:05 PM

ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો વાવણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે. બીજી બાજુ વરસાદ પડવાને કારણે ગરમીમાં ઘટાડો થવાથી લોકોએ હાશકારો મેળવ્યો છે.

રાજ્યના 18થી વધુ જિલ્લામાં વરસાદ, નદીઓમાં પૂર આવ્યાં, વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ
Khirsara: Flood in the river

Follow us on

આજે રાજ્યના 17થી વધુ જિલ્લા (districts) માં વરસાદ (rain) પડ્યો હતો. ક્યાંક ઝાપટાં તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો વાવણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે. બીજી બાજુ વરસાદ પડવાને કારણે ગરમીમાં ઘટાડો થવાથી લોકોએ હાશકારો મેળવ્યો છે.

રાજ્યમાં જિલ્લા પ્રમાણે વરસાદની વિગતો આ પ્રમાણે છે.

જૂનાગઢઃ – ગિરનાર અને દાતારના જંગલ માં વરસાદ પડવાની સાથે શહેરમાં ફરી વરસાદ શરૂ છે જેના કારણે રોડ પર પાણી ફરી વળ્યાં છે. શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અસહ્ય ગરમીમાં ધમાકેદાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સાબરકાંઠાઃ – તલોદ તાલુકા ખાતે ગાજવીજ સાથે વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. તલોદના જશનપુર, મોટા ચેખલા, આંત્રોલી, તાજપુર, ગંભીર પુરા, હરસોલ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ નું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જામનગરઃ – જામનગર જિલ્લામાં વરસાદનું આગમન થતાં સૌ કોઇમાં હરખની હેલી જોવા મળી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે કાલાવડ પ્રવાસ દરમિયાન વરસાદની મજા માણી હતી. પ્રથમ વરસાદમાં રાઘવજી પટેલે ન્હાવાનો લ્હાવો લીધો હતો. પ્રવાસ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી રાધવજી પટેલે વરસાદની મજા માણી હતી. રાધવજીભાઈ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાઃ – સુઇગામના ડાભી ગામે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિયોદરના મોજરું નવા,મોજરું જુના, સેસણ સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો. અંબાજીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં પાલનપુર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. પાલનપુરમાં વરસાદી છાંટાની શરૂઆત છતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સુરેન્દ્રનગરઃ – સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પણ પલટા બાદ ચુડામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં આજે સતત બીજા દિવસે પરસાદ પડ્યો છે.

અમદાવાદઃ – અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમા બપોર બાદ વાતાવરણ પલટા બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે ગરમી અને ઉકળાટ બાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજકોટઃ – જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મળ્યો હતો. પડધરી, લોધિકા, વિરપુર, જેતપૂર પંથકમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પડધરીના જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતિયા ગામમાં વરસાદ પડ્યો હતો. લોધિકા તાલુકાના ચીભડાં, ખીરસરા, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વિરપૂર અને જેતપૂરના અનેક ગામોમાં પણ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સવારથી અસહ્ય બફારા બાદ બપોર પછી જસદણના ડોડીયાળા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાયાં હતાં. વાવણી સમયે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જેવા મળ્યો હતો. આ સાથે યાત્રાધામ વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સવારથી જ અસહ્ય ગરમી અને બફારા બાદ બપોર બાદ ધોધમાર વરસાદ પડતાં યાત્રાધામ વીરપુરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતાં. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેતપુર તાલુકાના ખીરસરા ગામે ધોધમાર 1.5 ઇંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

બોટાદઃ – ગઢડાના ગ્રામ્ય પંથકમાં કડાકા ભડાકા સાથે જામ્યો વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકાના ગઢાળી, વનાળી, ચિરોડા, સાજણાવદર, બોડકી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોરના 1 વાગ્યાછી એક કલાક સુધી
વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમીથી રાહત મળી હતી. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.

દાહોદઃ – લીમડીમાં આજે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પ્રથમ વરસાદમાં જ શહેરમાં પાણી ભરાયાં હતાં. લીમડીની વિશ્વકર્મા સોસાયટી વિસ્તારમા ઘરોમાં પાણી ભરાયાં હતાં.
વારંવાર ગ્રામ પંચાયતને રજુઆત કરવા છતા ગટરના પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. જિલ્લાના ફતેપુરામાં પણ મોડી રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીઃ – બાયડ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઓઢા, પીપોદર, દક્ષણેશ્વર, સાઠંબા સહિત વિસ્તારમાં ભારે ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતા. વહેલી સવારે ભિલોડા, મેઘરજ, માલપુર અને મોડાસા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભિલોડા પંથકમાં પવન સાથે વરસાદથી નુકસાન થયું હતું. વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદને કારણે અનેક વૃક્ષો પડ્યાં હતાં. વૃક્ષો વિજપોલ પર પડતા વિજપોલ પણ ધરાશાઇ થયા હતા. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા પંથકમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. ગાજવીજ અને પવન સાથે પંથકમાં વરસાદ પડ્યો હતો.
મોડાસા સહિત દધાલિયા, જંબુસર, મોતીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ઉપરાંત મેઘરજ તથા ઇસરી જીતપુર રેલ્લાવાડા પંથકમાં અને ભિલોડા પંથકના સુનોખ, લીલછા, વશેરાં કંપા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો.

ડાંગઃ – ગિરિમથક સાપુતારા ખાતે બીજા દિવસે પણ વરસાદ યથાવત્ રહ્યો હતો. ભારે બફારા બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રવિવારના દિવસે રજા માણવા આવેલ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. સાપુતારાની તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદની રાહ જોતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

જામનગરઃ – કાલાવડ શહેર તથા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર બાદ વરસાદ પડ્યો હતો. શહેર તથા તાલુકા શિસાગ, નિકાવા, નવા રણુંજા, મોટા વડાલા, જસાપર સહિત ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેથી લોકોને ગરમી માંથી આંશિક રાહત મળી હતી. નાના બાળકોએ પહેલા વરસાદની મજા માણી હતી. ઉપરાંત વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલીઃ –  લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લાઠી નજીક રાજકોટ ભાવનગર હાઇવે પર વરસાદ પડ્યો હતો. લાઠીના ચાંવડ અને દામનગરમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી હતી. બાબરા અને આસપાસના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા પંથકનાં ખંભાળા, કરિયાણા, જીવાપર, દરેડ, ખાખરીયા, ગલકોટડી, સહિતનાં ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સારો વરસાદ વરસતાં જગતનો તાત રાજી થયો છે. ધારીના ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં છે. ગોપાલ ગ્રામ અને હાલરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, મીઠાપુર સહિત આસપાસના ગામડામાં વરસાદ પડવાની સાથે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વરસાદી જાપટા પડ્યાં હતાં.

નવસારીઃ – 3 કલાકના વિરામ બાદ નવસારી જીલ્લામાં ફરી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના ગણદેવી તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગણદેવી, ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગણદેવી તાલુકાના ખારેલ ,એંધલ,સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

વડોદરાઃ – શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. કારેલીબાગના અમુક સ્થળોએ વરસાદી ઝાપટું પડતાં માર્ગો ભીના થયા હતા. ગોત્રી વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો.
અકોટા દાંડિયા બ્રિજ અને રણોલીમાં પણ વરસાદ પડ્યો હતો.

આણંદઃ – જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ શહેરના ખેતીવાડી, બોરસદ ચોકડી વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

વલસાડઃ – જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રાતે વલસાડ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ

સુરતઃ – શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. દર વર્ષ લીંબાયત મીઠી ખાડી નજીક રોડ પર વરસાદી પાણી ભરાય છે. પહેલા વરસાદમાં જ આ સ્થિતિને પગલે લોકોને પારાવારા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Published On - 7:01 pm, Sun, 12 June 22

Next Article