Railway News: જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેન અને બસની ટ્રીપ કરાઇ રદ, જુઓ લિસ્ટ

|

Jul 22, 2023 | 11:21 PM

રાજ્યમાં આજે ઠેર ઠેર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આ વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે.

Railway News: જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેન અને બસની ટ્રીપ કરાઇ રદ, જુઓ લિસ્ટ

Follow us on

Railway News: ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ– વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. આ સ્થિતિને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/જતી કેટલીક વધુ ટ્રેનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ કરાઇ.

2) ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ કરાઇ.

ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024

ટૂંકી ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:

1) ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 21.07.2023 ના રોજ જબલપુરથી ઉપડતી જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી હતી. આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ હતી.

2) 23.07.2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને રાજકોટથી વેરાવળને બદલે જબલપુર તરફ વાળવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

3) ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – 22.07.2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ કરાઇ. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

4) ટ્રેન નંબર 19218 વેરાવળ – 23.07.2023 ના રોજ શરૂ થતી બાંદ્રા (ટી) એક્સપ્રેસને વેરાવળને બદલે રાજકોટથી બાંદ્રા (ટી) વચ્ચે દોડાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

5) 22.07.2023 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ જેતલસર ખાતે ટૂંકી કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

6) 23.07.2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસને જેતલસરથી વેરાવળને બદલે અમદાવાદ તરફ વાળવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ – જેતલસર વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

જૂનાગઢ વેરાવળ વિભાગ વચ્ચે ટ્રેક ધોવાણને કારણે. ટ્રેન નં. 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ JCO 22.07.2023 જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને જેતલસર-વેરાવળ વચ્ચે રદ કરવામાં આવશે.

આ પણ વાંચો : ફરી એકવાર કહેવાતુ મેટ્રો સિટી બન્યુ જળમગ્ન, શહેરમાં માત્ર 30 ટકા વિસ્તારોમાં જ ડ્રેનેજની સુવિધા હોવાનો વિપક્ષના નેતાનો આરોપ

રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ સાથે રાજ્યમાં ભારે વરસાદને લઈને એસ.ટી વ્યવહાર પર અસર પડી છે. જુનાગઢ તરફની એચ ટી બસોની 259 જેટલી ટ્રીપ રદ કરાઇ છે. ભારે વરસાદના પગલે એસ ટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. તો નવસારી તરફ 10 જેટલી ટ્રિપો રદ કરાઈ છે. ભારે વરસાદને લઈને જરૂર જણાશે તે પ્રમાણે પગલા લેવાશે.

ગુજરાતમાં વરસાદના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:20 pm, Sat, 22 July 23

Next Article