Rath Yatra LIVE : ભગવાનને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા, થોડી જ વારમાં નાથ નીકળશે નગરચર્યાએ

|

Jul 12, 2021 | 10:32 AM

ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા છે. થોડી જ વારમાં નાથ નગરચર્યાએ નીકળશે .

Rath Yatra LIVE : જગન્નાથનાં જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બળબદ્ર અને સુભદ્રાજીને રથમાં પધરાવવામાં આવ્યા છે. મહંત દિલિપદાસજી મહારાજ અને ટ્રસ્ટી સહિત નક્કી કરેલા આમંત્રિતો વચ્ચે ભગવાન રથમાં બિરાજમાન થયા છે. રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોરોના કાળમાં ભીડ એકત્ર ન કરીને સમાજ સેવા કરીએ. રથયાત્રાનાં દર્શન ઘરે રહીને જ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ વર્ષે 300ની બદલે 120 ખલાસીઓ જ રથ ખેંચશે. જેથી રથને મંદિર પહોચતા 4 થી 5 વાગી શકે છે.  ભગવાની યાત્રા સરસપુર પહોચશે કે જ્યાં તેમનું મોસાળ છે. આજે વહેલી સવારથી જ સરસપુરમાં ભક્તો તૈયારીમાં લાગી ગયા છે.

જગન્નાથ મંદિરનાં મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે પાછલા વર્ષે બ્રેક લાગ્યા બાદ આ વર્ષે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભલે મંદિરમાં નાથ પાસે નથી આવી શકતા પણ ભગવાન જગન્નાથ તેમની પાસે આવી રહ્યા છે તેવો ભાવ બન્યો છે. આ સાથે જ મંદિર અને રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Published On - 6:30 am, Mon, 12 July 21

Next Video