Ahmedabad: મોર્નિંગ વોક પર નીકળેલા વ્યક્તિ પર મોતની ટક્કર બાદ ઉઠ્યા સવાલ, અકસ્માત કે સુનિયોજીત મર્ડર, ઘટનાના CCTV આવ્યા બહાર

|

Jun 25, 2022 | 1:38 PM

મોર્નિંગ વોક માટે નીકળેલા એક યુવકને બેફામ જતા વાહન ચાલકે ટક્કર લગાવી. જે પછી મોર્નિંગ વોક કરવા નીકળેલા વ્યક્તિ ત્યાં જ મોતને ભેટ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.

Ahmedabad: મોર્નિંગ વોક પર નીકળેલા વ્યક્તિ પર મોતની ટક્કર બાદ ઉઠ્યા સવાલ, અકસ્માત કે સુનિયોજીત મર્ડર, ઘટનાના CCTV આવ્યા બહાર
હિટ એન્ડ રનની ઘટના CCTVમાં કેદ

Follow us on

મોત કયા સમયે આવી જશે કોઈને ખબર નથી. કંઈક આ જ વાતને સાર્થક કરતા દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. મોર્નિંગ વોક માટે નીકળેલા એક યુવકને બેફામ જતા વાહન ચાલકે ટક્કર લગાવી. જે પછી મોર્નિંગ વોક કરવા નીકળેલા વ્યક્તિ ત્યાં જ મોતને ભેટ્યા હતા. સમગ્ર ઘટનાના CCTVવી ફુટેજ પણ સામે આવ્યા છે. જો કે આ ઘટનાને લઇને આ અકસ્માત છે કે સુનિયોજીત હત્યા છે તેના પર સવાસ ઉઠ્યા છે. પોલીસે CCTV ફુટેજના આધારે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત સર્જનારને શોધવા કામગીરી હાથ ધરી છે.

24 જૂન સવારે હિટ એન્ડ રનની ઘટના બની

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 24 જૂન સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં આવેલી ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ દરરોજની જેમ મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા અને તેની થોડી જ વારમાં વીજ ગતિએ આવી રહેલા બોલેરો પીક અપ વાનચાલકે તેમને અડફેટે લઈ હવામાં ઉછાળ્યા હતા. શૈલેષ પ્રજાપતિને ટક્કર બાદ નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થઇ હતી. જેના કારણે તેમનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

CCTVમાં કેદ થયો અકસ્માત

CCTVમાં જોવા મળી રહ્યું છે તેમ, સવારના 6 વાગ્યેને 10 મિનિટે શૈલેષભાઈ મોર્નિંગ વોક માટે તેમની સોસાયટીમાંથી બહાર નીકળે છે અને રોડ ક્રોસ કરી સામેની બાજુએ ચાલી રહ્યા હોય છે. એટલી જ વારમાં પાછળથી આવી રહેલા બેફામ વાહન ચાલકે તેમને અડફેટે લીધા. જેના કારણે શૈલેષભાઈ હવામાં ઉછળીને નીચે જોરથી પટકાયા. જો કે, એ પછી પણ વાહન ચાલક ગાડી ઉભી રાખવાને બદલે પૂર ઝડપે હંકારીને ફરાર થતો દેખાય છે. તો બીજી તરફ, હવામાં ફંગોળાઈ નીચે પટકાતા શૈલેષભાઈને માથાના ભાગે વાગતા મોત થયું હતુ. આ ઘટનાને લઇને સવાલ ઉઠી રહ્યા છે કે આ અકસ્માત કે સુનિયોજીત મર્ડર ?  કારણકે CCTV સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે આ વ્યક્તિ રસ્તાની એક તરફ ચાલે છે અને વાહનચાલક જ તેને અડફેટે લે છે.

ઘટના બાદ સ્થાનિકોમાં રોષ

ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શૈલેષભાઈને મોતની ટક્કર મારી ફરાર થનાર વાહન ચાલકની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માગ છે. પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વાહન ચાલકની શોધખોળ હાથધરી છે.

Next Article