Ahmedabad: વર્ષ 2002માં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગુજરાતને બદનામ કરવાના કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) આરોપી તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવીને તાત્કાલિક સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર પર સ્ટે લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યા બાદ આજે આરોપી તિસ્તા સેતલવાડની ગુજરાત હાઇકોર્ટના હુકમને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ તિસ્તા સેતલવાડે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી જે મામલે ગુજરાત હાઇકોર્ટે દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સંભળાવ્યો હતો અને તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી હતી.
તિસ્તા સેતલવાડે વર્ષ 2002માં રમખાણો બાદ ગુજરાત અને તત્કાલીન CM નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસ મામલે ગઈકાલે વધુ એક અરજી કરી હતી. તિસ્તા સેતલવાડે કેસમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે તિસ્તા સેતલવાડે અરજી કરતા સરકારે તેનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી છે કે તિસ્તા સેતલવાડ સામેના આરોપો ખૂબ જ ગંભીર હોવાથી તેમને કેસમાંથી મુક્ત ના કરવામાં આવે. આ કેસમાં સેશન્સ કોર્ટે વધુ સુનાવણી 6 જુલાઈના રોજ નિયત કરી છે.
ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં સૌથી વધુ ગોધરા અને અમદાવાદમાં તેની વધુ અસર જોવા મળી હતી. આ તોફાનો બાદ ગુજરાત અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ ઉપર ગંભીર આરોપ લાગ્યા હતા. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સેતલવાડ સામે કેસ પણ નોંધાયો હતો. હાલ આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો