અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું આરોગ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું આરોગ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું

| Edited By: | Updated on: Oct 31, 2021 | 3:25 PM

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે કૉંગ્રેસે આવાસો માટે ફક્ત લિસ્ટ બનાવ્યું હતું.. પણ મકાનો આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.

ગુજરાતના (Gujarat)આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે(  Rishikesh Patel )અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા આવાસોનું(House)લોકાર્પણ કર્યું. તેમણે અમદાવાદના ભુદરપુરા ખાતે આવાસો અને દુકાનોની ફાળવણીનો ડ્રો અને લોકાર્પણ કર્યું. તેની સાથે જ નવરંગપુરાના ભીલવાસના છાપરા અને બાપુનગરના દીનદયાળ નગરના છાપરાનું રિડેવલપમેન્ટ કર્યું.

આ પ્રસંગે ઋષિકેશ પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે કૉંગ્રેસે આવાસો માટે ફક્ત લિસ્ટ બનાવ્યું હતું.. પણ મકાનો આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. તેમણે કહ્યું કે રાજ્યના તમામ મહાનગરોમાં સ્લમ રિહેબિલિટેશન પોલિસી હેઠળ અનેક સ્લમ વિસ્તારનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું. ચૂંટણી અને મતો માટે નહીં પણ છેવાડાના લોકોને મકાન મળે તે માટેની યોજના છે.. વર્ષ 2024 સુધીમાં દરેક લોકો પાસે ઘર હશે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં પાલનપુર બજારમાં કારમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી

આ પણ વાંચો : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સુરતમાં યોજાઈ મેરેથોન, સુરતવાસીઓ સાથે દોડ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Published on: Oct 31, 2021 03:25 PM