અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થતા મોટી કાર્યવાહી

પ્રાપ્ત માહિતી મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામના પોલીસકર્મી ફરજ પર હતા. આ દરમિયાન એક મહિલાના આઈડી કાર્ડની આપ-લે ચાલી રહી હતી, ત્યારે અચાનક આઈડી કાર્ડ જમીન પર પડી ગયું. જે બાદ અચાના મહિલા પોલીસ કર્મીને અપશબ્દો બોલે છે અને ગુસ્સે ભરાયેલ પોલીસકર્મી જયંતી ઝાલા ઉગ્ર બની તે મહિલાને લાફો મારી દીધો હતો.

| Edited By: | Updated on: Dec 21, 2025 | 12:30 PM

અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશન પાસે રસ્તા પર ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે રકઝકનો વીડિયો વાયરલ થયો હતો. જેમા મહિલા પોલીસકર્મીનું આઈ ડી કાર્ડ ફેકી દે છે અને પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલે છે અને તે બાદ ગુસ્સે ભરાયેલ પોલીસ કર્મી તે મહિલાને રસ્તા વચ્ચે લાફો મારે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

આ સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલા દ્વારા ટ્રાફિક નિયમનમાં અડચણ ઊભી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સામાન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસે મહિલાને માર્યો લાફો

પ્રાપ્ત માહિતી મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતી ઝાલા નામના પોલીસકર્મી ફરજ પર હતા. આ દરમિયાન એક મહિલાના ટ્રાફિકના નિયમ બાબતે તે મહિલા અને પોલીસ વચ્ચે ઉગ્ર દલિલ થઈ હતી, જે બાદ મહિલા પોલીસકર્મીનું કાર્ડ નીચે ફેંકી દે છે અને તે બાદ મહિલા પોલીસ કર્મીને અપશબ્દો બોલે છે અને ગુસ્સે ભરાયેલ પોલીસકર્મી જયંતી ઝાલા ઉગ્ર બની તે મહિલાને લાફો મારી દીધો હતો.

ડીસીપીએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શિસ્તભંગના કિસ્સામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

મહિલા વિરુદ્ધ પણ થઈ કાર્યવાહી

આ મામલે માત્ર પોલીસકર્મી સામે જ નહીં પરંતુ મહિલાની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક નિયમનમાં અડચણ ઉભી કરવા બદલ મહિલાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત, મહિલાએ અગાઉ પણ આવું વર્તન કર્યું છે કે નહીં તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી ભાગવા જતાં મારી ગોળી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 12:12 pm, Sun, 21 December 25