National Food security Act: રાજ્યમાં NFSA કાર્ડ ધારકોની સંખ્યામાં થયો વધારો, જાણો સમગ્ર વિગત

National Food security Act: રાજ્યમાં NFSA કાર્ડ ધારકોની સંખ્યામાં થયો વધારો, જાણો સમગ્ર વિગત

| Edited By: | Updated on: Jul 08, 2021 | 3:18 PM

કોરોનાના કપરા સમય બાદ રાજ્યમાં NFSA કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં 3.22 લાખ NFSA કાર્ડ ધારકો હતા. 

National Food security Act: રાજ્યમાં કોરોના કાળ દરમિયાન લોકોના ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે. રાજ્યમાં કોરોનાના કારણે અનેક લોકોના વેપાર-ધંધા પાયમાલ થઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઘણા લોકોને રોજગારી મેળવવામાં પણ મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં NFSA કાર્ડ (National Food security Act / Card) ધારકો ગત વર્ષની સરખામણીએ વધી ગયા છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં 3.22 લાખ NFSA કાર્ડ ધારકો હતા. જેની સરખામણીએ જુલાઈ 2021માં 3.66 લાખ કાર્ડધારકો થઈ ગયા છે.

NFSA કાર્ડ ધારકોની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈને TV9 પુરવઠા વિભાગના અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી. મહત્વનું છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં 3.22 લાખ NFSA કાર્ડ ધારકો હતા.

 

આ પણ વાંચો: અમિત શાહ સહકારી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, અમદાવાદ જિલ્લા સહકારી બેંકના રહી ચૂક્યા છે અધ્યક્ષ

 

આ પણ વાંચો: Mussoorie: કેમ્પટી ધોધ પર નહાવા માટે ઉમટ્યા હજારો લોકો, કોવિડ-19 નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, જુઓ વીડિયો