Hardik Patel: કોગ્રેસમાં જાતીના આધારે જ પદ મળે છે, કઈ રીતે કરાય છે જાતીવાદની રાજનીતિ, જાણો હાર્દિકના શબ્દોમાં

|

May 19, 2022 | 2:59 PM

કોંગ્રેસમાં જાતીવાદ ચરમસીમા પર છે. પ્રદેશ પ્રમુખ માટે નામ આપવામાં આવે છે ત્યારે તેમના નામની સાથે તેની જાતી પણ લખવામાં આવે છે.

Hardik Patel: કોગ્રેસમાં જાતીના આધારે જ પદ મળે છે, કઈ રીતે કરાય છે જાતીવાદની રાજનીતિ, જાણો હાર્દિકના શબ્દોમાં
Hardik Patel press conference

Follow us on

હાર્દિક પટેલે (Hardik Patel) આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ (Congress) પર પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે ગુજરાત (Gujarat) માં રાહુલ ગાંધી આવે ત્યારે તેના કાન ભરેવાનું કામ થાય છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે ક્યારેય તેમની સાથે ગુજરાતના મુદ્દા પર ચર્ચા કરાતી નથી, કેમ કે અહીંના નેતા તેમને ગુજરાતની સમસ્યા જણાવવાને બદલે તેમના માટે કઈ સેન્ડવીચની વ્યવસ્થા કરવાની છે તેની ચર્ચા કરે છે અને જ્યારે બેઠક થાય છે ત્યારે માત્ર જાતીવાદની જ વાત થાય છે.

કોંગ્રેસમાં જાતીવાદ ચરમસીમા પર છે. પ્રદેશ પ્રમુખ માટે નામ આપવામાં આવે છે ત્યારે તેમના નામની સાથે તેની જાતી પણ લખવામાં આવે છે. દલિત સમાજના હોય તો તેની સાથે પેટા જ્ઞાતી પણ લખાય છે અને પાટીદાર હોય તો તેને કડવા – લેઉવામાં વિભાજત કરવામાં આવે છે. આ જ કારણે 2017માં અમારો ઉપયોગ કરાયો, અમે અમારા સમાજ માટે આદંલન કર્યું હતું. અમે સરકાર સામે આદોલન કરતા હતા ત્યારે પણ કોંગ્રેસે પાટીદાર આંદોલનનો લાભ ઉઠાવ્યો પણ તેના મેનિફેસ્ટોમાં ક્યાંય પાટીદારનું નામ પણ લીધું નથી. બીજી બાજુ સરકારે ઉદારતા બતાવી અને 10 ટકા અનામત આપ્યું હતું.

કોંગ્રેસે ગુજરાતમાં કામના લોકોને ઉપયોગ જ કર્યો છે અને સમય આવે ત્યારે તેને ઉપયોગ કરી ફેકી દેવાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસમાં જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે. જ્યારે સાચી વાત કરવાની કોશિશ કરી ત્યારે અમને બદનામ કરવાનું કામ કરવામાં આવતું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાર્દિકે કહ્યું કે  જ્યારે કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો તેમ કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડી ગયા, દેભરમાં 117 નેતાઓએ કોંગ્રેસ પક્ષે છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે. દિલ્હીમાં ગુજરાતના નેતાઓ રાહુલ ગાંધીને ભરમાવે છે. ગુજરાતના નેતાઓ દિલ્લીમાં એવી રજૂઆત કરે છે કે, ગુજરાતમાં પરિણામ નહીં મળે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી, બીજા પણ ઘણા છે. કોંગ્રેસમાં જ્યારે કોઈ મજબૂત નેતા આગળ આવે તો તેને હટાવવાનો પ્રયાસ થાય છે.

Published On - 2:14 pm, Thu, 19 May 22

Next Article