હાર્દિક પટેલે કોંગ્રેસ હાઈ કમાન્ડ પર ગુજરાતના 5 કરોડ રૂપિયા ખાઈ જવાનો આરોપ મૂક્યો, જાણો હાર્દિકે તેનું શું વિવરણ આપ્યું

|

May 19, 2022 | 1:50 PM

હાર્દિકે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી તે કોંગ્રેસમાં જોડાયો ત્યારથી લઈને તેને કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ સોંપાયું તે દરમિયાન તેને કોઈ જ જવાબદારી સોંપવામાં નથી આવી.

હાર્દિક પટેલે કોંગ્રેસ હાઈ કમાન્ડ પર ગુજરાતના 5 કરોડ રૂપિયા ખાઈ જવાનો આરોપ મૂક્યો, જાણો હાર્દિકે તેનું શું વિવરણ આપ્યું
Hardik Patel press conference

Follow us on

આજે હાર્દિક પટેલે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ સંબોધી જેમાં હાર્દિક પટેલે કહ્યું કે હું ખુલ્લા મને ચર્ચા કરવા પત્રકાર પરિષદના માધ્યમથી લોકો વચ્ચે આવ્યો છું. આ દરમિયાન હાર્દિકે અનેક મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કોંગ્રેસ પર નાણાકીય ગેરરીતના પણ આરોપ લગાવ્યા હતા. જેમાં તેણમે કહ્યું હતું કે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 5 કરોડ રુપિયા ઉઘરાવવામાં આવે છે. અત્યારે જે યુવાન યુથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો છે. તેના માટે વોટિંગ કરાવવાનું અને વોટિંગ માટે રૂપિયા ઉધરાવવાના હોય અને આ માટે 5 કરોડ રૂપિયા ગુજરાતથી લઈ ગયા છે. પણ જ્યારે યુથ કોંગ્રેસનો કોઈ કાર્યક્રમ કરવોને હોય ત્યારે એક પણ રૂપિયો યુથ કોંગ્રેસના કાર્યકરોને પાછો આપવામાં આવતો નથી.

હાર્દિકે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારથી તે કોંગ્રેસમાં જોડાયો ત્યારથી લઈને તેને કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ સોંપાયું તે દરમિયાન તેને કોઈ જ જવાબદારી સોંપવામાં નથી આવી. વધુમાં તેણે આક્ષેપ કર્યા કે કોંગ્રેસે ક્યારે પણ ગુજરાત કે ગુજરાતીઓના હિત માટે વિચાર નથી કર્યો. કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ હાર્દિકે લગાવ્યો હતો. સાથે જ બળાપો વ્યક્ત કરતા કહ્યું કે માત્ર 7થી 8 લોકો જ કોંગ્રેસને ચલાવે છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં રાહુલ આવે તેના કાન ભરે, રાહુલલે ગુજરાતમાં ક્યારેય ગુજરાતના મુદ્દા પર ચર્ચા કરી નથી કેમ કે અહીંન નેતા તેમને ગુજરાતની સમસ્યા જણાવવાને બદલે તેનું શું ખાવું છે. તે નક્કી કરે તે છે. માત્ર જાતીવાદની જ વાત થાય છે. કોંગ્રેસમાં માત્ર 7-8 લોકો છેલ્લા 33 વર્ષથી પાર્ટી ચલાવે છે. અહીં સારા માણસો નહીં પણ મારા માણસોને આગળ કરવાનું કામ ચાલે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હાર્દિકે કહ્યું કે  જ્યારે કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો તેમ કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડી ગયા, દેભરમાં 117 નેતાઓએ કોંગ્રેસ પક્ષે છોડ્યો ત્યારે તમારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે. દિલ્હીમાં ગુજરાતના નેતાઓ રાહુલ ગાંધીને ભરમાવે છે. ગુજરાતના નેતાઓ દિલ્લીમાં એવી રજૂઆત કરે છે કે, ગુજરાતમાં પરિણામ નહીં મળે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી, બીજા પણ ઘણા છે. કોંગ્રેસમાં જ્યારે કોઈ મજબૂત નેતા આગળ આવે તો તેને હટાવવાનો પ્રયાસ થાય છે.

 

Next Article