કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર પહેલા શક્તિસિંહ ગોહિલનું શક્તિપ્રદર્શન, કહ્યુ ED, CBIના ડરથી નેતાઓ છોડે છે કોંગ્રેસ- જુઓ Video

|

Jun 18, 2023 | 9:22 PM

Ahmedabad: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદનો ચાર્જ લેતા શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા કરી. તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબુત કરવા પર ભાર મુક્યો. કોંગ્રેસ છોડી જનારા નેતાઓ અંગે શક્તિસિંહે કહ્યુ કે ED, CBIના ડરથી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં ખાલી પડેલા પ્રદેશ અધ્યક્ષના પદ માટે ગાંધીપરિવારના વિશ્વાસુ ગણાતા શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ લેતા પહેલા અમદાવાદના ગાંધીના આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી આજે રવિવારે પદયાત્રા કરી હતી. આ પદયાત્રામાં તેમની સાથે વિશાળ સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. જેમા ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, જગદિશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

ED, CBIના ડરથી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે-શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહને શુભેચ્છા આપવા માટે રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આ તમામનો નતમસ્તકે આભાર વ્યક્ત કરત શક્તિસિંહે જણાવ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા પર ભાર મુકશે. એટલું જ નહિં કોંગ્રેસ છોડી જનારા નેતાઓ અંગે શક્તિસિંહે કહ્યુ કે ED, CBIના ડરથી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. મજબૂરી અને સત્તાના દુરુપયોગને કારણે કોંગ્રેસ છોડી. હવે અનેક લોકો ઘર વાપસી કરશે અને નવા લોકો પણ જોડાશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે જ્ઞાતિવાદ, જૂથબંધી કે ભેદભાવમાં પડ્યા વગર સૌના સાથથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કામ કરીશુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શક્તિસિંહ સામે શું છે પડકાર ?

ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ સામે લોકસભા 2024ની ચૂંટણી સૌથી મોટો પડકાર છે. વિધાનસભાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ મૃત:પ્રાય અવસ્થામાં આવેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકવાનો સૌથી મોટો પડકાર શક્તિસિંહ સમક્ષ રહેશે. હાલ લોકસભા ચૂંટણીને આડે માત્ર 10 મહિનાનો સમય બાકી છે ત્યારે શક્તિસિંહ સામે પડકાર પણ ઘણો મોટો છે. બુથ સ્તરે સંગઠન મજબુત કરવુ, જૂથબંધીમાંથી કોંગ્રેસને બહાર લાવવી, યુવાનોને અને મહિલાઓને કોંગ્રેસ સાથે જોડવા, કોંગ્રેસને તૂટતી બચાવવી, ઉપરાંત બે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પણ તેમની સામે મોટી ચેલેન્જ છે. 10 મહિનાના સમયમાં મજબુત સંગઠન ઉભુ કરી સતત ત્રીજીવાર લોકસભામાં ભાજપને 26 બેઠકો જીતતી અટકાવવી એ શક્તિસિંહ ગોહિલ સામે મોટો પડકાર રહેશે.

શક્તિસિંહની પસંદગી કેમ?

માત્ર કોંગ્રેસ જ નહીં અન્ય પક્ષોના નેતાઓમાં પણ શક્તિસિંહની સ્વચ્છ અને સારી ઈમેજ છે. ઉપરાંત હાલ લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત કરવાનો પ્લાન, ગાંધી પરિવારના નજીકના, સંગઠનનો બહોળો અનુભવ, કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ વચ્ચે મજબૂત નેતાગીરી, બહોળો રાજકીય અનુભવ અને કેન્દ્રીય નેતૃત્વ સાથે તાલમેલ, કોઈપણ જૂથને લાગુ ન પડતુ હોવાની બાબત મજબૂત પાંસુ, કોંગ્રેસની મુશ્કેલ ઘડીમાં અનેકવાર સંકટમોચક સાબિત થયા, અન્ય રાજ્યોમાં સોંપાયેલી જવાબદારી અસરકારક રીતે નિભાવી, રાજ્યસભામાં અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનો અવાજ વધુ મજબૂત રીતે રજૂ કરવા સહિતના તમામ પાંસાઓને ધ્યાને લઈ કોંગ્રેસ હાઈકમાન દ્વારા તેમની ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે પસંદગી થઈ હોવાનુ મનાય છે. ત્યારે જોવુ રહેશે કે ગુજરાતમાં મૃત:પ્રાય સ્થિતિમાં આવેલી કોંગ્રેસમાં શક્તિસિંહ નવી ઊર્જાનો સંચાર કરી શકશે કેમ !

આ પણ વાંચો: કોંગ્રેસમાં ‘શક્તિ’પ્રદાન કરવાની જવાબદારી ‘બાપુ’ની, શક્તિસિંહ ગોહિલ સામે રહેશે આ પડકારો

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article