રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફીના વટહુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને અરજદારે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં . અરજદારે રજૂઆત કરી હતી કે કાયદો તોડીને કરેલા બાંધકામોને નિયમિત કરવામાં ન આવે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઈશ્યૂ કરી છે. નોંધનીય છે કે તાજેતરમાં જ રાજય સરકારે ગેરકાયદે બાંધાકામને નિયમિત કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો. આ અંગે 16 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત હાઇકોર્ટમાં ઇમ્પેક્ટ ફીના વટહુકમને પડકારવામાં આવ્યો છે. અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કાયદો તોડી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરી સરકાર બંધારણીય માળખું હલાવી શકે નહીં.
નોંધનીય છેકે ડિસેમ્બર 2022માં વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.
ઇમ્પેક્ટ ફીનો સમય ચાર મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે 16 જૂન સુધીની અવધી લંબાવવામાં આવી છે.
શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે.આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…