ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ દિવાળીની ઉજવણી કરી, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:49 PM

લોકગાયિકા ગીતા રબારીએ પરિવાર સાથે રંગોળી બનાવી અને દીવડા પ્રગટાવી રંગેચંગે ઉજવણી કરી.  તેમજ પરિવારજોના મોં મીઠા કરી સર્વે ચાહકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવાળીનો પાવન પર્વ દેશભરમાં લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી કરી રહ્યાં છે. ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ અમદાવાદમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી. દર વર્ષે ગીતા રબારી કચ્છમાં દિવાળીની ઉજવતા હોય છે, પરંતુ આ વર્ષની દિવાળી ખાસ છે.

લોકગાયિકા ગીતા રબારીએ પરિવાર સાથે રંગોળી બનાવી અને દીવડા પ્રગટાવી રંગેચંગે ઉજવણી કરી.  તેમજ પરિવારજોના મોં મીઠા કરી સર્વે ચાહકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે મહાપર્વ દિવાળીનો તહેવાર છે.દેશભરમાં પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે.ત્યારે રાજ્યભરમાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.મહેસાણામાં પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં માતાજીને સોનાનો થાળ ધરાવવામાં આવ્યો.

દિવાળી નિમિત્તે મા બહુચરાજીને સોનાની થાળી, વાટકા અને ચમસીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો.આ તરફ યાત્રાધામ ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.ડાકોર મંદિરમાં પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તોની ભીડ જોવા મળી.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષનો પ્રારંભ પંચદેવ મંદિરમાં દર્શનથી કરશે, ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે

આ પણ વાંચો :પોલીસ ગ્રેડ પે મુદ્દે આંદોલન કરનારા પોલીસ કર્મીઓ પરના કેસ પરત લેવા ધારાસભ્ય કિરીટ પટેલની માંગ