Ahmedabad: 9 સપ્ટેમ્બરે અમદાવાદના મેયર કિરીટ પરમારની ટર્મ પૂરી થઈ રહી છે.. જેથી હવે ભાજપે નવા મેયર માટે કવાયત હાથ ધરી છે.. મેયર સહિતના વિવિધ હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 3 નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ નિરીક્ષકો દાવેદારોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ રિપોર્ટ સોંપશે અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં દાવેદારો પર આખરી મહોર લાગશે. અમદાવાદમાં મેયર પદ માટે ગીતા પટેલ, શીતલ ડાગા, પ્રતિભા જૈન, વંદના શાહ, સ્નેહાબા પરમાર, દિલ્પી અમર કોટિયા અને રાજશ્રી પટેલનું નામ ચર્ચામાં છે.
મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત છે. અને હાલના મેયર કિરીટ પરમારની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. જેથી હવે બ્રાહ્મણ, પટેલ અને વણિક મહિલા મેયર મળી શકે છે. મેયર માટે સંગઠનની 18થી વધુ મહિલાઓ પ્રથમ વખત ચૂંટણી લડેલી મહિલાઓ એડીચોટીનું જોર લગાવી રહી છે.વર્ષ 1950થી અત્યાર સુધીમાં શહેરને પાંચ મહિલા મેયર મળી ચૂક્યા છે. બીજીતરફ હોદ્દેદારોની નિમણૂકમાં પૂર્વ અને પશ્ચિમનું સમીકરણ મહત્વનું છે.પશ્ચિમમાંથી મેયર નક્કી થાય તેવી શક્યતા છે, જ્યારે પૂર્વમાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નક્કી થાય તેવી શક્યતા છે અને ડે. મેયર ઓબીસી સમાજના મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Gujarati Video: સાળંગપુર વિવાદના અમરેલી જિલ્લામાં ઘેરા પડઘા, વૃંદાવન બાગ આશ્રમના સંતો-ભક્તોમાં આક્રોશ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો