Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ બંધ, વિદ્યાર્થીઓ પીજી કે હોટલમાં રહેવા મજબૂર
Gujarat University Hostel

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ બંધ, વિદ્યાર્થીઓ પીજી કે હોટલમાં રહેવા મજબૂર

| Edited By: | Updated on: Jul 31, 2021 | 12:23 PM

NSUI ના આગેવાન અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક સમરસ અને અન્ય હોસ્ટેલ શરૂ કરવાની સરકાર પાસે માગણી કરી. જેથી વિદ્યાર્થીઓને રોકાવવાનો અને પરિવહનનો ખર્ચ બચી જાય.

રાજ્યમાં 15 જુલાઈથી યુનિવર્સિટી (University) અને કોલેજમાં (College) શિક્ષણકાર્ય શરૂ થયું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) વિવિધ હોસ્ટેલ અને સમાજ કલ્યાણ વિભાગની સમરસ હોસ્ટેલ (Hostel) હજુ શરૂ થઈ નથી. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા કે સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીને પીજી કે હોટલમાં રહેવા મજબૂર છે.

NSUI ના આગેવાન અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક સમરસ અને અન્ય હોસ્ટેલ શરૂ કરવાની સરકાર પાસે માગણી કરી. જેથી વિદ્યાર્થીઓને રોકાવવાનો અને પરિવહનનો ખર્ચ બચી જાય અને હોસ્ટેલમાં રહી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ઓછા ખર્ચે આગળ કરી શકે. આ મુદ્દે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરે તેવી વિદ્યાર્થીઓએ માગણી કરી.

 

આ પણ વાંચો : Ahmedabad: મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ GIDCના 49 ઔદ્યોગિક એકમોને નોટીસ

આ પણ વાંચો : Ahmedabad: ત્રણ ઓગસ્ટથી GTUની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ,વિદ્યાર્થીઓને 400 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Published on: Jul 31, 2021 12:21 PM