AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની એકમાત્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

Gujarat Technological University : ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા , ચાડ , ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા , સીરીયા લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે.

AHMEDABAD : કોરોનાકાળમાં પણ સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની એકમાત્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
Gujarat Technological University has the highest number of foreign students even during the Corona period
Pratik jadav
| Edited By: | Updated on: Jul 18, 2021 | 11:10 AM
Share

AHMEDABAD : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University -GTU) એ ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણ મેળવીને દેશની પ્રગતિમાં સિંહફાળો આપી રહ્યા છે જો કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોરોનાકાળ દરમ્યાન વધુ એક સિદ્ધિ મેળવી છે જે પ્રશંસાને પાત્ર છે. કોરોનાકાળમાં વિવિધ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં કોરોનાકાળ દરમ્યાન વિદેશી વિદ્યાર્થીઓ (foreign students) ની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો ચાલુ શૈક્ષણીક વર્ષમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં વિવિધ 44 દેશોના 808 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અત્યાર સુધી જીટીયુમાં 56 દેશના 1636થી પણ વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચૂક્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર GTU હંમેશા અગ્રેસર રહે છે. તેના પરિણામ સ્વરૂપે સતત 4 વર્ષથી વિદેશી વિદ્યાર્થી માટે જીટીયુમાં પ્રવેશ મેળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે.

કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે વધુમાં જણાવ્યું હતું કે , ગત વર્ષ સરકાર દ્વારા સુપરત કરાયેલ GTU ના મહેસાણા સ્થિત સેન્ટર જીપેરી ખાતે પણ 11 દેશના 24 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે જ પ્રવેશ મેળવ્યો હતો. જીટીયુના  કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી.

વિદેશી વિદ્યાર્થીઓ બાબતે છેલ્લા 9 વર્ષથી GTU મોખરે ભારત સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (ICCR) દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) એકમાત્ર ટેક્નિકલ યુનિવર્સિટી છે જેમાં વિશેષ પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અલ્બાનિયા , ચાડ , ડિજીબોટી, ઈરાક સાઉથ આફ્રિકા , સીરીયા લેઓન , ટોગો જેવા 8 નવા સહિતના કુલ 44 દેશના 808 વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણીક વર્ષમાં જીટીયુ સંલગ્ન કૉલેજોમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ટેક્નિકલ એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા 9 વર્ષથી સૌથી વધારે વિદેશી વિદ્યાર્થીઓએ ધરાવતી યુનિવર્સિટી તરીકે જીટીયુ નામ પ્રથમ હરોળમાં આવે છે

છેલ્લા વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓએ GTU માં લીધેલ એડમિશન

વર્ષ 2013-14 : 137 વિદ્યાર્થીઓ વર્ષ 2014-15 : 62 વિદ્યાર્થીઓ વર્ષ 2015-16 : 120 વિદ્યાર્થીઓ વર્ષ 2016-17 : 213 વિદ્યાર્થીઓ વર્ષ 2017-18 : 91 વિદ્યાર્થીઓ વર્ષ 2018-19 : 52 વિદ્યાર્થીઓ વર્ષ 2019-20 : 67 વિદ્યાર્થીઓ વર્ષ 2020-21 : 66 વિદ્યાર્થીઓ

વર્ષ 2021-22માં વિવિધ કોર્સમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ

યુજી સંખ્યા : 519 પીજી સંખ્યા : 281 પી.એચડી સંખ્યા : 8

કુલ 808 વિદ્યાર્થીઓ

g clip-path="url(#clip0_868_265)">