ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ સામે સતર્કતા, 11 દેશોના પ્રવાસીઓનો એરપોર્ટ પર ફરજિયાત RTPCR ટેસ્ટ કરાશે

|

Nov 27, 2021 | 1:20 PM

હાલ આ 11 દેશોના પ્રવાસીઓનો રાજ્યના તમામ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા નિર્ણય લેવાયો છે અને કોરોનાનો નવો વેરિઅન્ટ રાજ્યમાં પ્રવેશે નહિ તે માટે તંત્રએ સતર્કતા દાખવી છે.

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા વેરિઅન્ટના ભય વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવા વેરિઅન્ટ ધરાવતા દેશોના પ્રવાસેથી આવેલા મુસાફરોના એરપોર્ટ(Airport)પર જ આરટીપીસાર( RTPCR)ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 11 દેશોમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેનો સમાવેશ કરાયો છે.

હાલ આ 11 દેશોના પ્રવાસીઓનો રાજ્યના તમામ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા નિર્ણય લેવાયો છે અને કોરોનાનો નવો વેરિઅન્ટ રાજ્યમાં પ્રવેશે નહિ તે માટે તંત્રએ સતર્કતા દાખવી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોના વાયરસ (Corona virus) ના નવા પ્રકાર B.1.1.529ને લઈને હલચલ મચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને ઓમિક્રોન (Omicron) નામ આપ્યું છે. અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની (Variant of concern) શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે.

કોરોનાનો આ નવો વેરિયન્ટ (New variant) કેટલો ખતરનાક છે તેના પર વિશ્વ આરોગ્ય સંસ્થા( WHO) નું કહેવું છે કે મહામારીનો આ સ્ટ્રેન ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. તેમના મતે વેરિયન્ટમાં ઘણા મ્યુટેશન (Mutations ) થઈ રહ્યા છે. તેનો વધુ અભ્યાસ કરવાની જરૂર છે. અને તેની અસર સમજવામાં હજુ થોડા સપ્તાહ લાગશે.

આ પણ વાંચો : PORBANDAR : સમુદ્રમાં બે મોટા જહાજો વચ્ચે જોરદાર ટક્કર, ભારતીય કોસ્ટગાર્ડ તાત્કાલિક મદદે પહોંચ્યુ

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ આવશે, અમુલ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે

Next Video