પતિ જો પત્નીને માત્ર એકવાર થપ્પડ મારે તો એ ક્રુરતા નથી, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે 30 વર્ષ જૂના એક કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપી પતિને મુક્ત કર્યા છે. કોર્ટે નીચલી કોર્ટ દ્વારા પતિને સંભળાવાયેલ સજાને પણ રદ કરી દીધી છે.

પતિ જો પત્નીને માત્ર એકવાર થપ્પડ મારે તો એ ક્રુરતા નથી, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુકાદો
| Updated on: Feb 23, 2026 | 5:21 PM

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે પતિ દ્વારા પત્નીને એકવાર થપ્પડ મારવાની ઘટનાને ક્રુરતા ન ગણી શકાય. હાઈકોર્ટે આ ટિપ્પણ કરતા નીચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેી સજાને રદ કરી છે. આ કેસ વર્ષ 1995નો છે, દંપતીના લગ્ન પણ આ જ વર્ષે થયા અને તેઓ વલસાડમાં રહેતા હતા. લગ્નના થોડા મહિના બાદ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જમાઈ સામે ક્રુરતા અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો.

જાણ કર્યા વિના પિયરમાં રોકાવા બદલ મારી થપ્પડ

મૃતકના પિતાએ તેમની ફરિયાદમાં કહ્યુ હતુ કે આરોપી અક્સર પાર્ટીઓમાંથી મોડી રાત્રે ઘરે આવતો હતો અને દીકરી સાથે મારપીટ કરતો હતો. એકવાર તે પત્નીના પિયરમાં આવ્યો અને પત્નીને પિયરમાં એટલે થપ્પડ મારી દીધી કે તેણી તેને જાણ કર્યા વિના પિતાના ઘરે રોકાઈ હતી. પોલીસે આરોપી સામે IPC ની કલમ 498 A (દહેજ-ક્રુરતા અને ઉત્પીડન) અને 306 (આત્મહત્યા માટે ઉક્સાવવુ) અંતર્ગત FIR નોંધી હતી. વલસાડ સેશન્સ કોર્ટે 2003માં પતિને દોષિત ઠેરવતા, કલમ 498A હેઠળ એક વર્ષની જેલ અને કલમ 306 હેઠળ સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.

હાઈકોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું

જોકે, આરોપીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને પણ રજ કર્યો અને આરોપીની તરફેણમાં ચુકાદો આપ્યો. હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યુ કે માત્ર એકવાર થપ્પડ મારવાની ઘટના, ખાસ કરીને ત્યારે જ્યારે પત્ની પતિને જાણ્યા કર્યા વિના તેના માતાપિતાના ઘરે રોકાઈ હોય, ત્યારે તે ક્રૂરતાની શ્રેણીમાં નથી આવતુ. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આત્મહત્યા માટે ઉશ્કેરણીના પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરબદલની શક્યતા