Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે કહ્યું હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી, જાણો શું કારણો આપ્યા હાઈકોર્ટે

|

Jul 02, 2021 | 5:27 PM

Penalty for not wearing mask : ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય. આ માટે ગુજરાત હાઈકોર્ટે કારણો પણ રજૂ કર્યા છે.

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે કહ્યું હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી, જાણો શું કારણો આપ્યા હાઈકોર્ટે
FILE PHOTO

Follow us on

Gujarat High Court : રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જો કે કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસો, મૃત્યુ અને એક્ટીવ કેસ ઓછા થતા રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધો ઓછા કરી નાખ્યા છે અને ઘણી છૂટ પણ આપી છે. આમાં એક મુદ્દો માસ્ક ન પહેરવાના દંડનો પણ હતો. રાજ્ય સરકારે માસ્ક (mask) ન પહેરવાના દંડની રકમ ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જો કે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) એ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની ગુજરાત સરકાર (Gujarat Government) ની અરજી ફગાવી દીધી છે અને આ માટે કારણો પણ રજૂ કર્યા છે.

હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી : HC
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી. હાઇકોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરાવવાની શક્યતા છે. હાલ પણ ઘણા લોકો માસ્ક (mask) નથી પહેરી રહ્યાં. જો 50 ટકા લોકો માસ્ક પહેરતા હશે તો ત્રીજી લહેરનો સામનો કરી શકાશે. હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

50 ટકાથી વધુ વસ્તીના રસીકરણ બાદ વિચાર થશે : HC
માસ્ક ન પહેરવાના દંડમાં ઘટાડો ન કરવાનું એક કારણ આપતા હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં જો 50 ટકા વસ્તીનું રસીકરણ થશે તો આ અરજી અંગે વિચારવામાં આવશે અને માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની સમીક્ષા કરવામાં આવશે.

અન્ય દેશોમાં ઘણો વધારે દંડ : HC
ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) એ રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે તમને માસ્ક (mask)ન પહેરવાનો રૂ.1000 નો દંડ વધારે લાગે છે, પણ શું તમે જાણો છો કે અન્ય દેશોમાં આ દંડ ઘણો વધારે છે?

કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને રોકવા માટે માસ્ક એ મહત્વનું હથિયાર છે. ભારત સહીત દુનિયાના અન્ય દેશોએ પણ કોરોના ગાઈડલાઈનમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું હતું. જો કે આમ છતા ઘણા લોકો માસ્ક વગર જ બહાર નીકળતા હોવાથી તેમને નિયમોની પાલન કરાવવા દંડિત કરવામાં આવતા હતા. વિશ્વના ઘણા દેશો પોતાના નાગરિકોને માસ્ક ન પહેરવાનો દંડ કરી રહ્યાં છે.

 

Published On - 5:02 pm, Fri, 2 July 21

Next Article