કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર સમગ્ર રીતે તૈયાર રહે : ગુજરાત હાઇકોર્ટ

|

Jul 23, 2021 | 4:04 PM

જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે, પરંતુ આજે પણ ઘણું કરવાની જરૂરિયાત છે. તેમજ કોરોનાના નવા વેરીયન્ટની અસરોથી બચવા લોકજાગૃતિ જરૂરી છે.

કોરોના(Corona)  સંક્રમણના મુદ્દે હાઇકોર્ટે લીધેલ સુઓમોટો પિટિશન પર ચુકાદો આપ્યો છે . જેમાં હાઇકોર્ટે(Highcourt)  કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે ઘણું બધું કર્યું છે, પરંતુ આજે પણ ઘણું કરવાની જરૂરિયાત છે. તેમજ કોરોનાના નવા વેરીયન્ટની અસરોથી બચવા લોકજાગૃતિ જરૂરી છે.માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું સરકાર ચુસ્તપણે પાલન કરાવે તેવો કોર્ટે નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બેડના આંકડા  માટેની  જવાબદારી નક્કી કરવા નિર્દેશ કર્યો છે. તેમજ નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર રસીકરણ શરૂ કરવા સરકારને સૂચન કર્યું છે.
જ્યારે રાજયમાં ઓક્સિજન પ્લાન્ટ પણ ઝડપથી કાર્યરત કરવા માટે હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મેડિકલ સ્ટાફની કાયમી ભરતી ઝડપથી પૂર્ણ કરવા પણ જણાવ્યું છે.

 

આ પણ વાંચો : IND vs SL 3rd ODI Preview: ટીમ ઈન્ડિયાએ શ્રેણી બાદ હવે નજર શ્રીલંકાને સાફ કરવા પર કે નવા પ્રયોગો થશે?

આ પણ વાંચો : Kumbh Mela Covid Test Scam: કુંભ કોવિડ ટેસ્ટ કૌભાંડમાં પ્રથમ ધરપકડ, હરિયાણાનો એક શખ્સ પોલીસના સકંજામાં

Published On - 3:42 pm, Fri, 23 July 21

Next Video