ગુજરાતમાં 48 ટકા બિલ્ડીંગો પાસે બીયુ પરમિશન નથી, હાઇકોર્ટે લીધેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો

| Edited By: | Updated on: Nov 18, 2021 | 10:35 PM

ગુજરાતમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 48 ટકા બિલ્ડીંગો પાસે બીયુ પરમિશન નથી.તો બીજી તરફ અરજદારે હોઈકોર્ટમાં આક્ષેપો કર્યા હતા કે, છેલ્લા 20 વર્ષથી રાજ્ય સરકાર કાયદાનું પાલન નથી કરી રહી.

ગુજરાતમાં (Gujarat) ફાયર સેફ્ટી એક્ટ(Fire Safety Act) ની અમલવારી બાબતે હાઈકોર્ટ (Highcourt) સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારના એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં કબુલ્યુ હતુ કે, રાજ્યમાં 93 લાખ બિલ્ડીંગના બીયુ પરમિશનની(BU Permission)ખરાઈનો સર્વે કરવો જરૂરી છે.

જેમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 48 ટકા બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નથી.તો બીજી તરફ અરજદારે હોઈકોર્ટમાં આક્ષેપો કર્યા હતા કે, છેલ્લા 20 વર્ષથી રાજ્ય સરકાર કાયદાનું પાલન નથી કરી રહી.

સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચૂકાદા છતાં પ્રશાસન ગોકળગતિએ કામગીરી કરી રહ્યુ છે..ત્યારે સમગ્ર મામલે અગાઉના હુકમના પાલનમાં રાજ્ય સરકારે લીધેલા પગલાંનો હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો છે અને આગામી સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ હાઇકોર્ટે સરકારને કહ્યું.. લોકોના જાન માલના રક્ષણ અને તેની સલામતી માટે 8 મહાનગર પાલિકાઓના વિસ્તારમાં અને નગરપાલિકાઓના વિસ્તારમાં ફાયર સેફટીના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે અને ટાઈમ બાઉન્ડ શિડ્યુઅલમાં ઝડપી કામગીરી કરવામાં આવે.

આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું. મોટા શહેરોમાં આગ લાગવાની ઘટનાઓ બનવાની શક્યતાઓ વધુ છે તેથી રાજ્ય સરકારે પ્રાયોરિટી નક્કી કરીને કામ કરવું પડશે.

જ્યારે એડવોકેટ જનરલે કોર્ટમાં રજુઆત કરી હતી કે સરકાર હાલ હોસ્પિટલ્સ, સ્કૂલો અને વિવિધ ઇમારતોને પ્રાયોરિટી આપીને ફાયર સેફટી એન.ઓ.સી. લેવાઈ હોય એ સુનિશ્ચિત કરી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને કોરોનાથી થયેલા મૃત્યુના પ્રમાણપત્ર મેળવવા ફોર્મ વિતરણ શરૂ કર્યું

આ પણ વાંચો : અમરેલીમાં સી.આર.પાટીલના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું ભાજપનો જુથવાદ છુપાવવાનો  કિમીયો