ગુજરાત સદગુરૂ જગ્ગી વાસુદેવ પ્રેરીત “સેવ સોઇલ’’ અભિયાનમાં જોડાનાર પ્રથમ રાજય બન્યું 

|

May 31, 2022 | 1:25 PM

જમીન સુધારવા માટે લોક જાગૃતિ ક્ષાર નિયંત્રણ, રણવિસ્તરણ અટકાવવાના ઉપાયો, વનીકરણ, દરિયા કિનારે ચેર વાવેતર વગેરે માટે જનજાગૃતિ તેમજ સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ગુજરાત સદગુરૂ જગ્ગી વાસુદેવ પ્રેરીત “સેવ સોઇલ’’ અભિયાનમાં જોડાનાર પ્રથમ રાજય બન્યું 
"Save Soil" campaign

Follow us on

“સેવ સોઈલ” પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર અને ઈશા આઉટરીચ વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા

‘‘સેવ સોઇલ’’ (Save Soil) કાર્યક્રમની અગત્યતા ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર (Gujarat Government) ના કલાઇમેટ ચેન્જ વિભાગ તથા ઇશા આઉટરીચ વચ્ચે ભાગીદારી કરાર કરાવામાં આવેલ છે. જે અંતર્ગત જમીન સુધારવા માટે લોક જાગૃતિ ક્ષાર નિયંત્રણ, રણવિસ્તરણ અટકાવવાના ઉપાયો, વનીકરણ, દરિયા કિનારે ચેર વાવેતર વગેરે માટે જનજાગૃતિ તેમજ સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જમીનની ગુણવત્તાના મહત્વને સમજીને સમગ્ર ભારતનો સૌ પ્રથમ સોઇલ હેલ્થ કાર્ડનો પ્રોજેકટ અમલમાં મૂકેલ હતો. તેમજ ગુજરાતે સમગ્ર એશિયામાં સર્વપ્રથમ કલાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી પર્યાવરણના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનું બીડુ ઝડપેલ છે. તે જ દિશામાં ગુજરાત સરકાર ‘સેવ સોઇલ” કાર્યક્રમ માટે ભાગીદારી કરાર કરનાર પ્રથમ રાજય બન્યું છે.

‘‘સેવ સોઇલ ’’ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશ્વના તમામ રાષ્ટ્રોને તથા વિશ્વના તમામ લોકોને જમીનમાં ઓછામાં ઓછા 3 થી 6 ટકા જૈવિક ઘટકોનું પ્રમાણ રહે તેવાં પગલાંઓ હાથ ધરે તે માટે જાગૃત કરવાનું છે. જેના માટે વિશ્વના તમામ લોકો ભેગા મળી જમીન સુધારવાના કાર્યને પ્રાથમિકતા આપે તે છે. સદગુરૂ દ્વારા 21 મી માર્ચના રોજ લંડનથી શરૂ થયેલી “સેવ સોઇલ’’ યાત્રાના હેતુને સંયુકત રાષ્ટ્રના રણ વિસ્તરણ અટકાવવાના કાર્યક્રમ, UNEP, વૈશ્વિક ખાદ્ય કાર્યક્રમ, IUCN તથા વિશ્વના લગભગ 74 જેટલા રાષ્ટ્રોનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

મહત્વનું છે કે સંયુકત રાષ્ટ્રના વિવિધ અહેવાલોમાં જણાવ્યા અનુસાર જમીનનો નાશ અટકાવવા તાત્કાલિક અને નકકર પગલાંઓ લેવા જરૂરી છે. સમગ્ર દુનિયાના તમામ રાષ્ટ્રો જમીનની ફળદ્રુપતા ગુમાવી રહયા છે. જે માનવજાત માટે તેમજ વૈશ્વિક ખાદ્યાની તેમજ જળ સંશોધનો માટે ખતરારૂપ સાબિત થઇ શકે તેમ છે. ભારતમાં પણ જમીનની સેન્દ્રીયતા ઘટીને 0.68 ટકા જેટલી ઓછી થયેલ છે. જે ખેતી લાયક જમીનને રણ જેવી સુકીભઠ બનાવી દેશે, એક અંદાજ અનુસાર ભારતની 30 ટકા જેટલી જમીન બિનફળદ્રુપ બની છે અને તેના પર ખેતપેદાશો મેળવવી શકય નથી. તેજ રીતે એક અભ્યાસના તારણ અનુસાર વૈશ્વિક કક્ષાએ 25 ટકા જેટલી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી ચુકી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 90 ટકા જેટલી જમીન તેની ગુણવત્તા ગુમાવી દેશે. જમીનની ગુણવત્તામાં થઇ રહેલા ઘટાડાને કારણે વૈશ્વિક કક્ષાએ પર્યાવરણીય, આર્થિક તેમજ સામાજીક અસમાનતા વધી શકે તેમ છે. જેના કારણે કલાઇમેટ ચેન્જની વિપરીત અસરો વધી શકે છે તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાએ સામાજીક અસ્થિરતા વધવાની શકયતાઓ રહેલી છે.

Next Article