
ગુજરાતમાં છુટાછેડાનો એક વિચીત્ર વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. જ્યાં 41વર્ષના એક પતિએ તેની પત્ની સામે છુટાછેડાની માગ કરતા અનેક આરોપ લગાવ્યા છે. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે તેમના લગ્ન 2006માં થયા હતા. પરંતુ લગ્નના થોડા મહિના બાદ તેની પત્નીનું વર્તન બદલાઈ ગયુ. તે રસ્તા પરથી એક રખડતા કુતરાને ઘરમાં લઈ આવી અને તેને પાળીને ઘરમાં રાખ્યુ. તેમની સોસાયટીમાં ઘરમાં પ્રાણીઓને રાખવાનો પ્રતિબંધ હતો. છતા તેની પત્ની એક-એક કરીને અનેક આવારા કુતરાઓને ઘરમાં લાવવા લાગી. પતિના આરોપ અનુસાર તેને ભોજન બનાવવુ, ઘરની સાફ-સફાઈ કરવી અને આ કુતરાઓની દેખભાળ રાખવાનું કામ કરવુ પડતુ હતુ.
પતિએ ગંભીર આરોપ લગાવ્યો કે રાત્રે સૂતી વખતે પણ પત્ની તેના પ્રિય કુતરાને બાજુમાં સુવડાવતી હતી. જેના કારણે તેમને વૈવાહિક જીવનમાં પણ સમસ્યા થવા લાગી.પતિએ કહ્યુ કે જેવો તે પત્નીની નજીક જવાની કોશિશ કરતો, આ શ્વાન ભસવાનું શરૂ કરી દેતો અને એકવાર તો તેણે તેને બચકુ પણ ભરી લીધુ હતુ. આ જ ડરને કારણે તે તણાવમાં રહેવા લાગ્યો અને માનસિક રીતે ભાંગી પડ્યો. તેના કારણે તે ડાયાબિટીસ અને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન નો પણ શિકાર બન્યો.
પતિએ દાવો કર્યો કે 1 એપ્રિલ 2007માં પત્નીએ એક રેડિયો જોકી પાસે તેનું પ્રેન્ક કરાવ્યુ. જેમા પતિના અન્ય કોઈ મહિલા સાથે અફેર હોવાનો દાવો કરવામાં આવ્યો. આ ફર્જી કોલને કારણે તેને તેના કાર્યસ્થળ પર અને સમાજમાં અપમાનિત થવુ પડ્યુ. પતિનુ કહેવુ છે કે આ બધા તણાવોથી ત્રસ્ત થઈનેત બેંગલુરુ ભાગી ગયો પરંતુ ત્યા પણ પત્ની તેને ફોન અને સોશિયલ મીડિયા દ્વારા પરેશાન કરતી રહી. પતિએ વર્ષ 2017માં અમદાવાદની ફેમિલી કોર્ટમાં તલાકનો કેસ કર્યો. પત્નીએ કોર્ટમાં તેનો બચાવ કરતા કહ્યુ તેના પતિએ જ પશુ-પ્રેમનો રાહ તેને ચિંધાડ્યો અને બાદમાં તેને છોડીને જતો રહ્યો. તેણે કોર્ટમાં એવી તસવીરો પણ રજૂ કરી, જેમા પતિ શ્વાન સાથે હોય.
ફેબ્રુઆરી 2024માં ફેમિલી કોર્ટ પતિની યાચિકા એવુ કહીને ફગાવી દીધી કે અરજીકર્તા એ સાબિત નથી કરી શક્યા કે પત્નીએ તેમની ક્રુરત કરી અથવા તેમને છોડી દીધા છે. અને જ્યા સુધી પ્રેન્ક કોલની વાત છે તો એ ડિવોર્સ માટેનો નક્કર આધાર ન બની શકે. હવે પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. તેમણે કહ્યુ તેના લગ્ન તો ક્યારના તૂટી ચુક્યા છે અને પતનીને 15 લાખ રૂપિયા ભરણપોષણ આપવા તૈયાર છે જ્યારે પત્નીએ 2 કરોડ રૂપિયાની માગ કરી છે. હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી 1 ડિસેમ્બરે મુકરર કરી છે.
Published On - 5:50 pm, Thu, 13 November 25