Breaking News : DGP વિકાસ સહાયને મળ્યું 6 મહિનાનું એક્સ્ટેન્શન, જુઓ Video

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયના નિવૃત્તિ બાદ, તેમને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે નવા ડીજીપીની પસંદગી માટે સમય જરૂરી છે.

Breaking News : DGP વિકાસ સહાયને મળ્યું 6 મહિનાનું એક્સ્ટેન્શન, જુઓ Video
| Edited By: | Updated on: Jul 01, 2025 | 4:19 PM

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને સરકાર તરફથી એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના અનુસાર, તેમને 6 મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું છે. આજે (30 જૂન, 2025) તેઓ નિવૃત થવાના છે, પરંતુ હાલના સમયને ધ્યાનમાં રાખી તેમનો કાર્યકાળ વધુ સમય સુધી લંબાવવાનો પ્રયાસ થયો હોવાનું સૂત્રો જણાવે છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.

સરકારે એ પણ નક્કી કર્યું છે કે એવા અધિકારીની પસંદગી થાય, જે અત્યારેની પરિસ્થિતિ સંભાળી શકે અને સ્થિરતા જાળવી શકે. જો વિકાસ સહાયને એક્સ્ટેન્શન ન મળ્યું હોત તો નવા રાજ્ય પોલીસ વડા તરીકે કોને પસંદ કરાશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી હતી. સિનિયોરિટી અનુસાર ડો. કે.એલ.એન. રાવ અને તેમના પછી ગુજરાત સરકારની નજીક ગણાતા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકના નામ ચર્ચામાં હતી.

ડીજીપીની પસંદગી પ્રક્રિયા શું છે?

સામાન્ય રીતે ડીજીપી તરીકે રાજ્યના સૌથી સિનિયર આઇપીએસ અધિકારીઓમાંથી પસંદગી થાય છે. આ માટે UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ખાસ સૂચિ તૈયાર કરવામાં આવે છે, જેમાં સિનિયર અધિકારીઓના નામ હોય છે. આ સૂચિ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે અને ત્યારબાદ રાજ્ય સરકાર તેમની પસંદગી કરે છે.

નવી ગાઇડલાઇન અનુસાર, જો કોઈ અધિકારીને ડીજીપી તરીકે પસંદ કરવામાં આવે છે અને તેમની નિવૃત્તિ માટે છ મહિનાથી ઓછી મુદત બાકી હોય, તો પણ તેમને આપમેળે બે વર્ષની નિશ્ચિત મુદત માટે એક્સ્ટેન્શન મળી શકે છે.

રાજ્ય સરકાર સામાન્ય રીતે એવા અધિકારીને ડીજીપી બનાવે છે, જે તેમની પસંદગીને અનુરૂપ હોય. જો સરકાર ઇચ્છે તો કેટલીકવાર જુનિયર અધિકારીને પણ સુપરસીડ કરીને DGP બનાવી શકે છે. જોકે ગુજરાતમાં આવું દુર્લભ છે. જોકે કેટલાક કિસ્સામાં લોબીિંગ, આંતરિક શીતયુદ્ધ અને રાજકીય દબાણથી નીતિઓ બદલાતી જોવા મળતી રહી છે.

અગાઉના કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે, એક આઇપીએસ અધિકારી ડીજીપી ન બને એ માટે બીજાં અધિકારીઓએ સરકાર સુધી જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ક્યારેક પૂર્વ ડીજીપી પોતાના અનુગામી તરીકે ઇચ્છિત અધિકારીને નિયુક્ત કરાવવા માટે પણ સરકાર સાથે વાટાઘાટ કરતા હતા.

હાલ તાત્કાલિક નિર્ણય તરીકે વિકાસ સહાયને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:28 pm, Mon, 30 June 25