AHMEADABAD : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

|

Aug 16, 2021 | 1:20 PM

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને તેમના પત્નીએ સજોડે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

AHMEADABAD : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. નીતિન પટેલ અને તેમના પત્નીએ સજોડે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 5 માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થતા કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનું દિવસોનું અંતર વધી ગયું હતું, જે પૂર્ણ થતા આજે 16 ઓગષ્ટના દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

આ પણ વાંચો : AHMEDABAD : કીડની હોસ્પિટલને રૂ.100 કરોડનું દાન, જાણો કોણે આપ્યું આટલું મોટું દાન

Next Video