AHMEDABAD : ગુજરાતમાં આજે 20 ડિસેમ્બરે કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે, જેમાં વડોદરાનો એક ઓમિક્રોન કેસ પણ સામેલ છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8,28,616(8 લાખ 28 હજાર 616) કેસ થયા છે. 20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાને કારણે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુઅંક 10,102 થયો છે. આજે રાજ્યમાં 63 અને અત્યાર સુધીમાં કુલ 8,17,937 ( 8 લાખ 17 હજાર 937) દર્દીઓ સાજા થયા છે. અ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 577 થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનની વાત કરીએ તો આજે 20 ડિસેમ્બરે 2,21,718 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,72,84,752 (8 કરોડ 72 લાખ 84 હજાર 752) ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો
1.વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે સુચિત રોકાણોના વધુ 37 MOU થયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં આ સોમવારે ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રે સુચિત રોકાણો માટેના વધુ 37 MOU જુદા જુદા ઉદ્યોગ ગૃહો, સંસ્થાઓ સાથે સંપન્ન કર્યા છે.
2.VADODARA : ઓમિક્રોન વેરિઅન્ટનો વધુ એક કેસ નોંધાયો, UKથી આવેલી 27 વર્ષીય યુવતી સંક્રમિત
OMICRON IN VADODARA : UKથી આવેલી 27 વર્ષીય યુવતી ઑમિક્રૉન સંક્રમિત થઈ. વડોદરાના તાંદલજાની યુવતી 13 ડિસેમ્બરે મુંબઈ થઈ વડોદરા આવી હતી.
3.ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવાયો, કોઇ રાહત નહિ
ગુજરાતના આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. જેમાં કોઇ રાહત આપવામાં આવી નથી તેમજ રાત્રે 1 વાગ્યેથી 5 વાગે સુધી કરફ્યુ યથાવત રહેશે.
4.ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત
ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થશે. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
5.ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી
કચ્છના નલિયામાં લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે.
6.પેપરલીક કાંડમાં પ્રાંતિજ કોર્ટે કિશોર આચાર્ય સહીત 3 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
PAPER LEAK CASE : કોર્ટે કિશોર સહિત ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી.
7.KUTCHH : કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાંથી 400 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો
ભારતીય જળ સીમામાં આવેલી પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી રૂપિયા 400 કરોડના બજાર મૂલ્યનો 77 કિલો હેરોઇનનો જથ્થા સાથે બોટમાં સવાર 6 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે.