VADODARA : ઓમિક્રોન વેરિઅન્ટનો વધુ એક કેસ નોંધાયો, UKથી આવેલી 27 વર્ષીય યુવતી સંક્રમિત

OMICRON IN VADODARA : UKથી આવેલી 27 વર્ષીય યુવતી ઑમિક્રૉન સંક્રમિત થઈ. વડોદરાના તાંદલજાની યુવતી 13 ડિસેમ્બરે મુંબઈ થઈ વડોદરા આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 9:21 PM

VADODARA : વડોદરામાં ઑમિક્રૉન વેરિઅન્ટનો વધુ એક કેસ સામે આવ્યો. UKથી આવેલી 27 વર્ષીય યુવતી ઑમિક્રૉન સંક્રમિત થઈ. વડોદરાના તાંદલજાની યુવતી 13 ડિસેમ્બરે મુંબઈ થઈ વડોદરા આવી હતી. આ યુવતીએ UK અને મુંબઈ એરપોર્ટ પર કરાવેલ કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ બીજા દિવસે તાવના લક્ષણો જણાતા કોવિડ પોઝિટિવ આવી. જે બાદ ઓમિક્રૉન ટેસ્ટ માટે મોકલાવેલા નમુનાનો રિપોર્ટ આવ્યો હતો.

આ યુવતી આરોગ્ય વિભાગના નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેટ હતી. આ યુવતીનો ઓમિક્રૉન રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે ફરી કોન્ટેકટ ટ્રેસિંગ શરૂ કર્યા છે.આ યુવતીની તબિયત હાલમાં સ્થિર છે અને ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રૉનના 14 કેસ નોંધાયા છે.જેમાં જામનગર અને વડોદરામાં સૌથી વધારે 3-3 કેસ, સુરતમાં 2 અમદાવાદમાં 2 કેસ મળ્યાં. તો રાજકોટ, ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં ઑમિક્રૉનનો 1-1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : અદાણી ટ્રાન્સમિશને ઉત્તરપ્રદેશમાં ભારતની સૌ પ્રથમ 897 KM સર્કીટ ઇન્ટ્રાસ્ટેટ લાઈન પૂર્ણ કરી

આ પણ વાંચો : KUTCH : GIDMના મહાનિર્દેશક પી.કે.તનેજાના અધ્યક્ષ સ્થાને સંભવિત આપત્તિ નિવારણ અંગે બેઠક યોજાઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">