GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં

|

Nov 15, 2021 | 8:48 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 15 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 24 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,654 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

GUJARAT : કોરોનાની લેટેસ્ટ માહિતી સાથે જાણો ગુજરાતના મહત્વના સમાચાર, માત્ર એક ક્લિકમાં
Gujarat Corona Update 15 November And Other important news of state

Follow us on

AHMEDABAD : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા થોડાક દિવસથી 40 અને 30 ની આસપાસ નવા કેસો આવી રહ્યાં છે. રાજ્યમાં ગઈકાલે 14 નવેમ્બરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા, જયારે આજે 15 નવેમ્બરે 29 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 8,26,979 (8 લાખ 26 હજાર 979) થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, કુલ મૃત્યુઅંક 10,090 પર સ્થિર છે.

રાજ્યમાં આજે 15 નવેમ્બરે કોરોનાથી મુક્ત થઇને સાજા થયેલા 24 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,654( 8 લાખ 15 હજાર 654) દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજે એક્ટીવ કેસની સંખ્યા વધીને 235 થઇ છે તેમજ રીકવરી રેટ 98.75 ટકા પર સ્થિર છે.

રાજ્યના અન્ય મહત્વના સમાચાર જોઈએ તો

1.સીએમ ભૂપેન્દ્ર પટેલે નોન વેજ અને ઈંડાની લારીઓ હટાવવાના વિવાદ વચ્ચે આપ્યું આ મહત્વનું નિવેદન

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા બે દિવસથી ચાલી રહેલા નોન વેજ(Non Veg) અને ઈંડાની લારીઓ દૂર કરવાના વિવાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  મહત્વનું નિવેદન આપ્યું છે.

2. મોરબી ડ્રગ્સ કેસ : 300 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવશે

Morbi Drugs Case : ડ્રગ્સનો જથ્થો આફ્રિકા લઈને જઈ રહેલા આરોપીઓની મધદરિયે દાનત બગડી. જેથી ડ્રગ્સ માફિયાઓ હેરોઈનનો જથ્થો ગુજરાત લાવ્યા હતાં.

3.ગેનીબેનનો બફાટ : “કોંગ્રેસના મત માટે ચૂંટણીમાં બુથ પર તલવાર અને કટાર લઇને ઉભા રહેવું પડશે”

Geniben Thakorએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બુથ પર તલવાર અને કટાર લઇને ઉભા રહેશે તો જ કોંગ્રેસ તરફી મતદાન થશે.  બનાસકાંઠાના વાવ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઇ અવારનવાર ચર્ચામાં રહે છે.ત્યારે ફરી એકવાર પોતાના નિવેદનને લઇ ગેનીબેન ઠાકોર વિવાદમાં ફસાયા છે.

4.અમદાવાદમાં રિક્ષાચાલકોની 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી

અમદાવાદમાં રિક્ષા યુનિયને હડતાલની સફળતા મળી હોવાનો દાવો કર્યો છે . તેમજ આ સફળતા બાદ તારીખ 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને જેલ ભરો આંદોલનની રીક્ષા ચાલકોએ જાહેરાત કરી છે.

5. Gandhinagar : સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો કેસ, પોલીસે 8 દિવસમાં 500 પેજની ચાર્જશીટ ફાઇલ કર્યાનો પ્રથમ કિસ્સો

સાંતેજમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મામલે ગાંધીનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં 8 દિવસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. જેમાં કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરાઇ છે.

6. મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી

સુરત મહાનગરમાં ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના ૬ કામો માટે રૂ. ર૦ કરોડ અને આગવી ઓળખના કામ તરીકે ૧ સ્વીમીંગ પૂલના કામોને પણ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

7. ગ્રામયાત્રા : 10,605 ગામડાઓમાં ગ્રામયાત્રા દરમિયાન 1577 કરોડના કામોના ખાતમૂહર્ત, લોકાર્પણ અને સહાય વિતરણ થશે

GramYatra : ગ્રામયાત્રા માટે રાથોના પરિભ્રમણના 993 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં રાજ્યના 10,605 ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે.

8.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, કહ્યું ગુજરાત પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ વેચનારા અને લેનારામાં ભય ઉભો થયો

દેવભૂમિદ્વારકામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી શહઝાદનું નામ લઇને પણ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા…તેમણે કહ્યુ કે, શહેઝાદ મહારાષ્ટ્રમાં શાકભાજીની લારીની આડમાં ડ્રગ્સ વેચતો હતો.

9.અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અદાણીનું નામ દૂર કરાયું, આ છે કારણ

એરપોર્ટ ઓથોરિટીએ 4 સભ્યોની કમિટી બનાવી તપાસ કરતા અમદાવાદ એરપોર્ટ પરિસરમાં 26 જગ્યાએ અદાણીનો લોગો ખોટી રીતે લગાવ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.

Next Article