AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રામયાત્રા :  10,605 ગામડાઓમાં ગ્રામયાત્રા દરમિયાન 1577 કરોડના કામોના ખાતમૂહર્ત, લોકાર્પણ અને સહાય વિતરણ થશે

ગ્રામયાત્રા : 10,605 ગામડાઓમાં ગ્રામયાત્રા દરમિયાન 1577 કરોડના કામોના ખાતમૂહર્ત, લોકાર્પણ અને સહાય વિતરણ થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 5:14 PM
Share

GramYatra : ગ્રામયાત્રા માટે રાથોના પરિભ્રમણના 993 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં રાજ્યના 10,605 ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે.

GANDHINAGAR : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી પહેલા સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારની ગ્રામ્ય વિકાસલક્ષી વિવિધ યોજનાઓની એક ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ LED લાઈટ સાથેની ઝાંખી આગામી 18 નવેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પરિભ્રમણ કરશે. ગુજરાત સરકારની ગ્રામ્ય વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રચાર કરવામાં આવશે.

આ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યના ગ્રામ વિકાસ પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે રાજ્યમાં 1009 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો સુધી ગ્રામયાત્રાના રથ ફરશે. રથની સંખ્યા 100 છે જે જિલ્લા પંચાયતની 1009 બેઠકોને આવરી લેશે. આ રથ સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 સુધી ફરશે. ગ્રામયાત્રા માટે રાથોના પરિભ્રમણના 993 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં રાજ્યના 10,605 ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે.

રાજ્યના ગ્રામ વિકાસ પ્રધાન બ્રિજેશ મેરજાએ કહ્યું કે 18 નવેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પરિભ્રમણ કરનાર આ ગ્રામયાત્રામાં દરેક વિભાગના મંત્રીઓ, બોર્ડ અને કોર્પોરેશનના ચેરમેન, પદાધિકારીઓ, ગ્રામ યાત્રાના 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ 12 વિભાગોના વિવિધ કર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરશે. અંદાજે રૂ.968 કરોડના 23,320 કામોના ખાતમૂહર્ત થવાના છે. તેમજ રૂ.442 કરોડના 19,630 કામોના લોકાર્પણ થવાના છે. અમ કુલ રૂ.1410 કરોડના કુલ 42,950 કામોના ખાતમૂહર્ત અને લોકાર્પણ થશે.

167 કરોડના વ્યક્તિગત સહાયના ચેકોનું 1,92,000 લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે.આમ કુલ રૂ.1577 કરોડના કામોનું ખાતમૂહર્ત, લોકાર્પણ અને લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, કહ્યું ગુજરાત પોલીસની કાર્યવાહીથી ડ્રગ્સ વેચનારા અને લેનારામાં ભય ઉભો થયો

આ પણ વાંચો : Surat : સુરત એરપોર્ટ પર હવે દૈનિક 58 ફ્લાઇટ્સનું આવાગમન, દૈનિક મુસાફરોની સંખ્યા 3 હજારને પાર

g clip-path="url(#clip0_868_265)">