નવા વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન-પૂજન કર્યા

| Edited By: | Updated on: Nov 05, 2021 | 10:49 AM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhpendra patel) નૂતન વર્ષ(New Year)વિક્રમ સંવત ૨૦૭૮ ના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર માં દર્શન -પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ સવારે ભદ્રકાળી મંદિર પહોંચીને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મેયર કિરીટ પરમાર , અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને શહેર અધ્યક્ષ અમિતભાઇ શાહ, મંદિરના ટ્રસ્ટી સહિત અગ્રણીઓ જોડાયા હતા. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનોને પણ મુખ્યમંત્રી એ સાલ મુબારક પાઠવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત 2078 ના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજ ના ત્રિમંદિર માં દર્શન પૂજન થી કર્યો છે. મુખ્યમંત્રી આજે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા.

સી એમ ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારો ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રી એ સૌ સમાજ વર્ગો ની શકિત ક્ષમતા ઉજાગર કરીને સૌના સહયોગ થી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી સાથે પંચદેવ મંદિર દર્શનમાં રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,ગાંધીનગરના મેયર હિતેશ ભાઈ તેમજ મહાનગર ના કોર્પોરેટરઓ,શહેર ભાજપ પ્રમુખ રુચિર ભાઈ તેમજ અગ્રણીઓ જોડાયા હતા અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રીને દાદા ભગવાન પરિવારના અગ્રણીઓએ આવકાર્યા હતાપંચદેવ મંદિર અને ત્રિ મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનો ને પણ મુખ્યમંત્રીએ સાલ મુબારક પાઠવ્યા હતા

આ પણ વાંચો : આદિ ગુરુ શંકરાચાર્યની મૂર્તિને ચમકાવવા માટે નારિયેળ પાણીથી ધોવાઈ, જાણો શું છે આ મૂર્તિમાં ખાસ

આ પણ વાંચો : Punjab: ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખેતર માંથી ‘ટિફિન બોમ્બ’ જપ્ત, પંજાબમાં આંતકી ષડયંત્રનો પર્દાફાશ

Published on: Nov 05, 2021 10:44 AM