NGT : ગુજરાતને મળી શકે છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સર્કીટ બેંચ, હાઈકોર્ટે કરી છે ભલામણ

|

Sep 22, 2021 | 9:06 PM

NGT in Gujarat : ગુજરાતના લોકોએ છેક દિલ્લી કે પૂણે સુધી ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત સાથે થયેલી અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.

AHMEDABAD : હવે પર્યાવરણને લગતા પ્રશ્નો કે પ્રદૂષણને લગતા પ્રશ્નો બાબતે ગુજરાતના લોકોએ દિલ્લી કે પુણે સુધી ધક્કા ખાવા નહીં પડે. ગુજરાતને મળી શકે છે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (National Green Tribunal) ની સર્કિટ બેન્ચ.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની એક સર્કિટ બેન્ચ અમદાવાદમાં સ્થાપવા હાઇકોર્ટની ખંડપીઠે ભલામણ કરી છે..હાલ દિલ્લી અને પુણેમાં NGT ની બેન્ચ છે. ગુજરાતના લોકોએ છેક દિલ્લી કે પૂણે સુધી ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆત સાથે થયેલી અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.હાઇકોર્ટે કરેલા હુકમમાં કેન્દ્ર સરકાર અને NGTને અમદાવાદમાં સર્કિટ બેન્ચ સ્થાપવા માટે ટકોર કરવામાં આવી છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ની સ્થાપના 18 ઓક્ટોબર, 2010 ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, 2010 હેઠળ કરવામાં આવી હતી. NGTની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણીય મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવાનો છે, જેનાથી દેશની અદાલતોમાં પર્યાવરણને લગતા કેસોનો બોજ ઓછો થાય છે.

જો રાજ્યને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની બેન્ચ મળે તો સૌથી પહેલો કેસ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ માથાના દુઃખાવા સમાન પીરાણા ડમ્પિંગ સાઈટનો કેસ હાથમાં લેવાય તેવી શક્યતા છે. શહેરમાં પીરાણા ડમ્પિંગ સાઈટ જે વર્ષો જુની સાઈટ છે, તેમજ સમસુએ પણ વર્ષો જૂની છે. કેમ કે લાખો ટન કચરો ત્યાં ખડકાયો છે. જેને કારણે સ્થાનિક વિસ્તારને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જે સાઈટ દૂર કરવા માટે વિપક્ષ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

Next Video