ગુજરાતના અમદાવાદથી(Ahmedabad) મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું(Bullet Train) કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન માટેની મોટાભાગની જમીનનું સંપાદન થઈ ગયું છે. તેમજ વડોદરાથી મહારાષ્ટ્રની બોર્ડર સુધી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જ્યારે હાલમાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ ટી- 2 હેઠળ વડોદરાથી(Vadodara) મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ઝરોલી ગામના 237 કિલોમીટરના ટ્રેક સંબંધિત કામોની ડિઝાઇન, સપ્લાય અને બાંધકામ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.હાલમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતના વક્તાણા ખાતે ચાલી રહેલા હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે.ત્યારે રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.
NHSRCL and IRCON International Ltd concluded the contract for Track Package T-2 of #MAHSR project on 21st January, 2022. pic.twitter.com/dDphBgr4Ef
— Embassy of Japan in India (@JapaninIndia) January 23, 2022
તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ નિવેદન આપ્યું હતું. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. રે લવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ 2022 સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.
આ પણ વાંચો : Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર
આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો