AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB 12th Result 2021 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, કહીં ખુશી કહીં ગમનો માહોલ

Gujarat Board Class 12 Result 2021 : ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, કહ્યું પરીક્ષા યોજાઈ હોત તો વધુ માર્ક્સ મળ્યા હોત. સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ પરિણામથી ખુશ, કહ્યું મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળ્યું છે.

GSEB 12th Result 2021 : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, કહીં ખુશી કહીં ગમનો માહોલ
GSEB 12th Result 2021 , An atmosphere of happiness and sorrow
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jul 17, 2021 | 10:03 AM
Share

AHMEDABAD : ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર (Gujarat Board Class 12 Result 2021) થયું છે .ધોરણ 10 નું પરિણામ જે ફોર્મેટમાં જાહેર કરવામાં આવ્યું હતું તે પ્રમાણે જ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે..પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા.પરિણામ બાદ કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી તો કેટલાકને આશા પ્રમાણે પરિણામ ના મળતા વિદ્યાર્થીઓ નિરાશ પણ જોવા મળ્યા હતા.

કોઈ ખુશ થયું, તો કોઈ નારાજ થયું ધોરણ 12 સાયન્સનું પરિણામ (Gujarat Board Class 12 Result 2021) જાહેર થયું છે પરંતુ પરિણામ અંગેની ફોર્મેટ શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને પરિણામ અંગે અંદાજ હતો પરંતુ આજે સત્તાવાર પરિણામ જાહેર થયું છે જેથી વિદ્યાર્થીઓ પરિણામની કોપી લેવા મટે સ્કૂલ પર પહોંચ્યા હતા.નારાણપુરમાં આવેલ વિજયનગર સ્કૂલમાં સવારે 8 વાગે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પરિણામ મેળવવા પહોંચ્યા હતા.પરિણામ હાથમાં આવતા કેટલાક વિદ્યાર્થીઓ ખુશ દેખાયા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ દેખાયા હતા.વિદ્યાર્થીઓની આશા પ્રમાણે પરિણામ ના આવતા વિદ્યાર્થીઓ નિરાશ જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેર-ગ્રામ્યમાં કુલ 182 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો અમદાવાદ શહેરના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામ પર એક નજર કરીએ તો

1) અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

2) 107264 વિદ્યાર્થીઓ માંથી 73762 વિદ્યાર્થીઓને B1, B2 અને C1 ગ્રેડ મળ્યો છે.

3) 24757 વિદ્યાર્થીઓને B1, 26831 વિદ્યાર્થીઓને B2 અને 22174 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે.

B1, B2 અને C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને નારાજગી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો પરીક્ષા યોજાઈ હોત તો વધારે સારા માર્ક્સ મેળવ્યા હોત. તો બીજી તરફ A1 અને A2 ગ્રેસ મેળવનાર વિદ્યાર્થીઓ પરિણામથી ખુશ જોવા મળ્યા હતા.

પરિણામ અંગે વિદ્યાર્થીઓના પ્રતિભાવો 1.હર્ષ મકવાણા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરિણામ એમ સારું આવ્યું છે પરંતુ જોઈતું હતું એવું ના આવ્યું.મહેનત બહુ કરી હતી પરંતુ મહેનત પ્રમાણે પરિણામ ના આવ્યું. માસ પ્રમોશનનો કારણે પરિણામ પર અસર પડી છે.પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવ્યું હોત.

2.મયંક નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માટે 75 ટકા આવ્યા છે.પરીક્ષા લેવાઈ હોત તો વધારે ટકા આવી શકત.મહેનત હતી જેથી પરિણામ સારું આવે તેવી આશા હતી પરંતુ કોરોના ને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.રોજ 5 થી 6 કલાક મહેનત કરી હતી તે મુજબ પરિણામ આપ્યું નથી.આમ જોઈએ તો સરકારે સારું કર્યું છે આમ જોઈએ તો સરકારે ખોટું કર્યું છે.

3.હેલી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે મહેનત તો કરી હતી પરંતુ કોરોના ને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું છે.પરિણામથી હું ખુશ છું અને હવે આગળ જઈને આ પ્રમાણે જ મહેનત કરીને આગળ વધીશ..

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">