ગુજરાત બાર એસોસિએશન (Gujarat Bar association) દ્વારા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ખાતે હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) અરવિંદ કુમારના સ્વાગત માટેનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિનિયર એડવોકેટ્સનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમિયાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે (Arvind Kumar )સિનિયર અને જુનિયર એડવોકેટને લઈ કેટલીક મહત્વપૂર્ણ અને માર્મિક ટકોર કરી હતી. તેમણે સિનિયર વકીલોને યુવા વકીલોને તૈયાર કરવા માટે હાકલ કરી હતી અને જણાવ્યુ હતુ કે જો તમે સારા વકીલ થવા ઇચ્છતા હોવ તો જુનિયર વકીલો પણ સારી રીતે તૈયાર થવા જોઇએ. તેમણે જણાવ્યુ કે સિનિયર એડવોકેટ બાર માટે ભીષ્મ પિતામહ ગણાય છે, જેથી તેઓ નવા વકીલોને યોગ્ય રીતે તૈયાર કરે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે વકીલાતના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય ગણાવી વકીલોને ‘સોશિયલ ડોક્ટર’ ગણાવ્યા. સાથે સાથે ફિલ્મ થ્રી ઈડિયટનો ઉલ્લેખ કરતા મહત્વની અને માર્મિક ટકોર પણ કરી કે, વકીલોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરવો જોઈએ, તેમ થવાથી પૈસા સામે ચાલીને આવશે’.
એટલું જ નહીં પરંતુ મુખ્ય ન્યાયાધીશે એડવોકેટ એસોસીએશન તથા હાજર તમામ સિનિયર એડવોકેટને યુવા વકીલોને તૈયાર કરવા માટે હાકલ કરી. જે માટે એડવોકેટ એકેડમીની રચના કરવામાં આવે તેવો આગ્રહ પણ કર્યો. જેમાં કોન્ફરન્સ સેમિનાર અને વર્કશોપ થકી યુવા વકીલોને તૈયાર કરવા કહ્યું. સાથે જ જુનિયર એડવોકેટ માટે એ પણ ટકોર કરી કે કોર્ટની લોબીમાં સમય પસાર કરવા કરતા એવો લાયબ્રેરીમાં પોતાનો સમય પસાર કરે. ઉપરાંત સિનિયર એડવોકેટ અને દર મહિને લીગલ એઇડ માટે, એટલે કે જે અરજદાર આર્થિક પરિસ્થિતિના કારણે વકીલ રોકી નથી શકતા તેમના માટે વિના મૂલ્યે કેસ લડવા માટે પણ કહ્યું.
આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના 26 જેટલા સિનિયર વકીલો કે જેઓ પોતાની કારકિર્દીમાં પચાસ વર્ષથી વધારે વકીલ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે અથવા તો કાર્યરત છે તેવા વકીલોને મુખ્ય ન્યાયાધીશના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 6:51 am, Sat, 26 March 22