ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાથી નિષ્ફળતાઓ નહિ છુપાવી શકાય : અમિત ચાવડા

|

Sep 11, 2021 | 10:33 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બદલવાથી સરકારની નિષ્ફળતાઓ અને ગુનાહિત બેદરકારી છુપાવવાની નથી

ગુજરાત(Gujarat) ના સીએમ વિજય રૂપાણીના(Cm Rupani)રાજીનામા પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Congress) પ્રમુખ અમિત ચાવડાએ(Amit Chavda)સરકાર વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે કોરોના મહામારીમાં સરકારના અણધડ વહીવટોને છુપાવવા માટે દિલ્હીમાં બેઠેલા ભાજપના આંકાઓએ સીએમનું રાજીનામું લીધું છે.

તેમજ મુખ્યમંત્રી બદલવાથી સરકારની નિષ્ફળતાઓ અને ગુનાહિત બેદરકારી છુપાવવાની નથી. આ ઉપરાંત ઓગષ્ટમાં માસમાં નવ દિવસ સુધી ઉજવેલા ઉત્સવ સીએમ રૂપાણીની વાજતે ગાજતે વિદાય માટેના જ હતા.

જ્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીનું રાજીનામુ એ એક રિમોટ કન્ટ્રોલ રાજકારણ ખતમ છે બે રિમોટ થી ચાલતી સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજીનામુ ધરી દીધું છે. કોરોના મહામારીમાં સરકારની  નિષ્ફળતા  અને બેરોજગારી ને કારણે રાજીનામુ આપવું પડ્યું છે. તેમજ આખી સરકારને  બરખાસ્ત કરી નવો જનાદેશ લાવવો જોઈએ.

ગુજરાતમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તેમજ તેમનો ભોગ લેવામાં આવ્યો છે તેવો આક્ષેપ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે . તેમણે આક્ષેપ કર્યો કે મોંધવારી,બેકારી અને કોરોના મહામારી માટે સીધી રીતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે.

તેમણે કોરોના કાળ દરમ્યાન સીએમ રૂપાણીને તાળી અને થાળીમાં વ્યસ્ત રાખ્યા હતા. જેના લીધે તેમણે પ્રજાના ભોગનો શિકાર બનવું પડ્યું છે. ભારતીય જનતા પાટીએ ચહેરો બદલ્યો છે નીતિ નહિ. જેના લીધે ગાંધી અને સરકારના ગુજરાતના નવી પેઢી ગુલામીનો અનુભવ કરી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં અત્યાર સુધી ભાજપના પાંચ મુખ્યમંત્રી બદલાયા, આવા રહ્યાં છે રાજકીય પ્રવાહો

આ પણ વાંચો : Vijay Rupani Resignation: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા બની શકે છે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન

Next Video